જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો વતની કનેશભાઈ અનસિંહ ડામોર નામનો 24 વર્ષનો ભીલ આદિવાસી શ્રમિક યુવાન કે જે વાડીમાં ટ્રેક્ટર ધોવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન તેને એકાએક ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો.
તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી ગયું હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા અનસિંહ ખીમલાભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં જોડીયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. એમ. ભીમાણી બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ સમયે અન્ય એક યુવાન પણ હાજર હતો, પરંતુ તેનો બચાવ થયો હતો.
