દારૂના નશામાં ઊલટી કરવા જતા ચોથા માળેથી પટકાતાં યુવાનનું મોત

શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા બાલાજી હોલ પાસે આવાસ કવાર્ટરમાં રહેતો યુવાન ગત રાત્રે દારૂના નશામાં ઉલ્ટી કરવા જતા ચોથા માળેથી પટકાયો હતો. જેને…

શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા બાલાજી હોલ પાસે આવાસ કવાર્ટરમાં રહેતો યુવાન ગત રાત્રે દારૂના નશામાં ઉલ્ટી કરવા જતા ચોથા માળેથી પટકાયો હતો. જેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ બાલાજી હોલ પાસે સાગર ચોક આવાસ યોજના કવાર્ટરમાં રહેતો રફીક અબ્દુલભાઇ દલ (ઉવ.40)નામનો યુવાન ગઇકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં ચોથા માળે ઉલ્ટી કરવા જતા નિચે પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેનુ સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક રફીક એક ભાઇ એક બહેનમાં મોટો અને ડ્રાઇવિંગ કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે. વધુ તપાસમાં ગઇકાલે રાત્રે તે દારૂના નશામાં હોય અને ઉલ્ટી કરવા જતા ચોથા માળેથી પડી ગયાનુ જાણવા મળ્યુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *