દ્વારકા નજીક પૂરપાટ જઇ રહેલી કારની અડફેટે યુવાનનું મૃત્યુ

  દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર પોરબંદર હાઈ-વે માર્ગ પર આવેલા જૈન દેરાસર નજીકના રોડ પર શનિવારે સવારના સમયે ચાલીને જઈ રહેલા મૂળજીભાઈ કરસનભાઈ છાત્રોલીયા…

 

દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર પોરબંદર હાઈ-વે માર્ગ પર આવેલા જૈન દેરાસર નજીકના રોડ પર શનિવારે સવારના સમયે ચાલીને જઈ રહેલા મૂળજીભાઈ કરસનભાઈ છાત્રોલીયા નામના 45 વર્ષના યુવાનને પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ફોર વ્હીલરના ચાલકે પાછળથી ઠોકર મારતા તેઓને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માત સર્જ્યા બાદ આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના રહીશ કાનાભાઈ વાલાભાઈ છાત્રોલીયા (ઉ.વ. 45) ની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

બીમારીથી કંટાળીને આરંભડાના યુવાને આપઘાત કર્યો
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા રણજીતભા જોધાભા સુમણીયા નામના 36 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને છેલ્લા એકાદ વર્ષથી લીવર તથા કિડનીમાં પથરીની બીમારી હતી. આ બીમારીથી તેઓએ કંટાળીને પોતાના ઘરે પોતાના હાથે પંખામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની લક્ષ્મીબેન રણજીતભાઈ (ઉ.વ. 32) એ મીઠાપુર પોલીસને કરી છે.

કાકા-ભત્રીજા પર હુમલો
ખંભાળિયાના સંજય નગર વિસ્તારમાં રહેતા ફારૂૂક સલીમભાઈ શાહમદાર નામનો શખ્સ એક લગ્ન પ્રસંગમાં નીકળેલા ફૂલેકામાં ખોટી નોટો ઉડાડી રહ્યો હતો. તે અંગેની ના કહેતા ઉશ્કેરાઈને અત્રે કે.જી.એન. સોસાયટી (રામનગર) ખાતે રહેતા હુસેનભાઈ હારુનભાઈ દરવેશ (ઉ.વ. 31) અને તેમના કાકા પર લાકડાના ધોકા વડે હુમલો કરી આરોપી ફારુકએ કાકા-ભત્રીજાને ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં હુસેનભાઈની ફરિયાદ પરથી ફારુક સલીમભાઈ સામે ગુનો નોંધાયો છે.

ખંભાળિયા, દ્વારકામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલાઓ સહિત સાત ઝબ્બે
ખંભાળિયા શહેરના નવાપરા વિસ્તાર નજીકના ચૂનાના ભઠ્ઠા પાસેથી પોલીસે સંજયભારથી બચુભારથી ગોસ્વામી અને મોહિતગર ગુલાબગર ગોસ્વામીને ચલણીના નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અન્ય એક કાર્યવાહીમાં ખંભાળિયાથી આશરે સાત કિલોમીટર દૂર માંઝા ગામના પાટીયા પાસેથી પોલીસે રસીકનાથ મેઘનાથ ગોસ્વામી અને ગોરવ રમેશભાઈ ગોસ્વામી નામના બે શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. દ્વારકા પોલીસે રૂૂપેણ બંદર વિસ્તારમાંથી સુલતાન આમદ ચિંગડા, અમીનાબેન અયુબભાઈ ભેસલીયા અને સલમાબેન જુમાભાઈ ભડેલાને ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂૂ. 15,870 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *