રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસો.ના હોદ્દેદારોની વરણી; જાડેજા પ્રમુખ

  નિયુક્ત ટીમને સમરસ ગ્રૂપ સહિતનાં સિનિયર-જુનિયર વકીલોએ પાઠવી શુભેચ્છા સૌરાષ્ટ્રના વકીલોના પ્રશ્નો માટે સતત જાગૃત રહી સતત સકારાત્મક વકીલ હિતની પ્રવૃતિ કરતા કોવિડ19ના કપરા…

 

નિયુક્ત ટીમને સમરસ ગ્રૂપ સહિતનાં સિનિયર-જુનિયર વકીલોએ પાઠવી શુભેચ્છા

સૌરાષ્ટ્રના વકીલોના પ્રશ્નો માટે સતત જાગૃત રહી સતત સકારાત્મક વકીલ હિતની પ્રવૃતિ કરતા કોવિડ19ના કપરા સમયમાં વકીલોના પ્રશ્નો, વેલફેર ફંડમાં કરોડોની રકમની ફાળવણી, કેન્દ્રમાં નોટરીઓની નિમણુંક, મોરબી ઝુલતો પુલ, ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ, અમદાવાદ પ્લેન દુર્ઘટના સહિતનાં દુ:ખદ દુર્ઘટનાઓમાં સેવાકાર્યો અને વકીલોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવનારા, રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનનાં તમામ હોદેદારો તથા કારોબારી સદસ્યોની બિનહરિફ વરણી થયેલ છે.

જેમાં પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ તરીકે ભરતભાઈ અંબાણી, નયનભાઈ વ્યાસ, હરેશ પરસોડા, સહાયકો હર્ષદ બારૈયા તથા નિતેશ કથિરીયા, સેક્રેટરી તરીકે નયનાબેન ચૌહાણ, અશ્વિનભાઈ ગોસાઈ તથા સહાયક બિમલ જાની, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતિન ઠકકર, દિવ્યેશ છગ તથા સહાયક નિવીદ પારેખ ખજાનચી તરીકે લક્ષ્મિબેન જાદવ, રક્ષાબેન ઉપાઘ્યાય તથા સહાયક અંજનાબેન ચૌહાણ, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે જીજ્ઞેશ નાગ્રેચા, વિરેન રાણીગા અને સહાયક કિશન રાજાણી તેમજ મહિલા અનામત કારોબારી સદસ્યોમાં બિનલબેન મહેતા, અંજુમન અજમેરી, ડોલી બુધ્ધદેવ અને માનસી ગોલ અને બિન અનામત કારોબારી સદસ્યો તરીકે હિરેન રૈયાણી, વિમલ ડાંગર, બિનલબેન મહેતા, શૈલેષ સુચક, ભાવેશ બાંભવા, અજયસિંહ ચુડાસમા, રાજ ભાવસાર, પ્રફુલભાઈ ચંદારાણા બે વર્ષ માટે બિન હરિફ જાહેર થયેલ છે. તેમજ કો-ઓપ્ટ મેમ્બર તરીકે ધર્મેશ સિધ્ધપુરા, ઇસ્માઈલ પરાસરા, ચેતન વિઠ્ઠલાપરા, રાજેશ ચાવડા, પી.સી.મણીયાર, મેધાવી ગજજર, ઝાલા કિર્તિસિંહ, ડોડિયા વનરાજસિંહ, નિલમ પલાણ, વિજય જોષી, ધારા ઉજીયા, ચિરાગ મહેતા, સાગર મેતા, રવિ લાલ, વૈશાલી વિઠ્ઠલાણીની પસંદગી કરવામાં આવેલ છે.

સંગઠનઆ એસોસિએશનને વધુ મજબુત બનાવવા માટે માર્ગદર્શક કમિટી, સંગઠન કમિટીની જીલ્લા પંચાયત, વોર્ડ, વિધાનસભા અને સંસદ વાઈઝ રચના કરી સૌને સવિશેષ જવાબદારી સોપવામાં આવનાર છે. તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણી અને કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાને કોવિડ-19ના સમયમાં વકીલોને સહાય આપવા માટે વિનંતી કરતા ગુજરાત સરકાર દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પાંચ કરોડની સહાય આપેલી નોટરીઓ માટેનાં ફોર્મ ભરેલ હોય, ઈન્ટર્વ્યુ આપેલ હોય અને જેમના ડોકયુમેન્ટસ પુર્ણ હોય તેઓ તમામને નોટરી તરીકે નિમણુંક આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતનાઓને રજુઆત કરતા કેન્દ્ર સરકારે ગુજરાતના 8086 વકીલોને નોટરી તરીકે નિમણુંક માટે રજૂઆત કરી હતી.

રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશન દ્વારા એ.આઈ.બી.ઈ. તથા જે.એમ.એફ.સી.નાં ફ્રિ કલાસિસ, લીગલ સેમિનારો, હાલની અનામત પ્રથામાં ફેરફાર લાવી દેશભરમાં આર્થિક બેઝ પર અનામત પ્રથા લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરે રજુઆતો, બંધારણમાં જરૂૂરી ફેરફારો, રાજકિય પક્ષોમા નિમણુંકમાં આઝાદી સમયથી યોગદાર આપનાર વકીલ આલમની થતી અવગણના સબંધે વિવિધ સ્તરે રજુઆતો તથા કાર્યક્રમો કરવામાં આવશે તેમ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનનાં પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવવામાં આવેલ છે. રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનની નવ નિયુકત ટિમને સમરસ ગૃપ સહિતનાં તમામ સિનીયર તથા જુનિયર વકીલ દ્રારા અભિનંદન વર્ષા થઈ રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *