ઇસ્કોન મંદિર પાસે યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

પાડોશી મહિલા સાથે આડાસંબંધ હોય તેણે જ લટકાવી દીધાનો પરિવારનો આક્ષેપ પરિવારનો લાશ સ્વીકારવાનો ઇન્કાર, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાસે હાઉસિંગ…

પાડોશી મહિલા સાથે આડાસંબંધ હોય તેણે જ લટકાવી દીધાનો પરિવારનો આક્ષેપ

પરિવારનો લાશ સ્વીકારવાનો ઇન્કાર, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું

કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાસે હાઉસિંગ સોસાયટીમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં મૃતકના પરિવારજનો એ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને તેઓએ આક્ષેપ કર્યો હતો કે પાડોશી સાથે આડા સંબંધ હોય જેથી તેનો ખાર રાખી તેને લટકાવી દેવામાં આવ્યો છે.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ઘટનામાં વધુ વિગતો મુજબ,ઇસ્કોન મંદિર પાસે મંદિર પાસે હાઉસિંગ સોસાયટીમાં રહેતા ચંદ્રેશ ડાયાભાઈ વાઘેલા નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમને સંતાનમાં એક ભાઈ એક બહેન છે પોતે ત્રણ ભાઈમાં મોટો હતો.તેમજ તે કંપનીમાં કામ કરે છે.

પોલીસમાંથી વિગતો મળી હતી કે,તેમને પત્ની સાથે ઝઘડો થતા તે રિસામણે ચાલી ગઈ છે.તેમજ ચંદ્રેશને પાડોશી મહિલા સાથે આડા સબંધ હોય જેથી તેમણે જ મારીને લટકાવી દીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.આ મામલે હવે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું અને આ ઘટનામાં પરિવારજનોએ લાશ સ્વીકરવાનો ઇનકાર કરતા પોલીસે મૃતકના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *