છૂટાછેડા થયાના છઠ્ઠા દિવસે જ યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

ગોંડલના મોવિયા ગામે છુટાછેડા થયાના છઠ્ઠા દિવસે જ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો છે. ચાર વર્ષના લગ્ન જીવનના અંત…

ગોંડલના મોવિયા ગામે છુટાછેડા થયાના છઠ્ઠા દિવસે જ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો છે. ચાર વર્ષના લગ્ન જીવનના અંત આવતાં યુવાનને લાગી આવતાં

ગોંડલ તાલુકાના મોવિયા ગામના ગોવિંદ નગરમાં રહેતા 42 વર્ષીય પરિણીત યુવાને લગ્નના ચાર વર્ષ બાદ, બંને પરિવારોની સહમતીથી થયેલા છૂટાછેડાના ગણતરીના દિવસોમાં જ માનસિક તણાવમાં આવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવાનના આ પગલાથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

સવારે આશરે 9:30 વાગ્યાની આસપાસ મૃતક નરેન્દ્રભાઈના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. જોકે, તાજેતરમાં જ માત્ર 6 દિવસ પહેલાં જ બંને પક્ષોની પરસ્પર સહમતીથી તેમના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા કાયદેસર રીતે થયા હોવા છતાં, નરેન્દ્રભાઈ સતત ઊંડા માનસિક તણાવ (ડિપ્રેશન)માં રહેતા હતા.

આજ રોજ સવારે નરેન્દ્રભાઈ રોજિંદા ક્રમ મુજબ સવારે 6:00 વાગ્યે તેમના પિતા ધીરુભાઈ સાથે મોવિયા ગામમાં આવેલી પોતાની માલિકીની વાડીએ ગયા હતા. ત્યાંથી તેઓ સવારે 8:30 વાગ્યે ઘરે પરત ફર્યા હતા. ઘરે આવ્યા બાદ તેઓ કૌટુંબિક ભાઈના ઘરે ચાલી રહેલા મકાન કામમાં મદદ કરવા ગયા હતા અને ત્યાં લાદી ફેરવવાનું કામ કર્યું હતું.

ત્યારબાદ સવારે 9:00 વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત આવ્યા હતા અને પોતાના રૂૂમમાં ગયા હતા. રૂૂમમાં ગયા બાદ 15 થી 20 મિનિટ સુધી કોઈ હલચલ ન જણાતા, તેમના માતા લાભુબેન રૂૂમનો દરવાજો ખોલવા ગયા હતા. દરવાજો ખોલતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નરેન્દ્રભાઈએ રૂૂમમાં પંખાના હૂંક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. માતાની ચીસાચીસ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.

મૃતક નરેન્દ્રભાઈ બે ભાઈઓમાં મોટા હતા. તેમના નિધનથી વૃદ્ધ માતા-પિતાએ ઘરનો મોટો દીકરો ગુમાવ્યો છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાની જાણ થતાં જ મૃતદેહને પોસ્ટમોર્ટમ (ઙખ) અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની માહિતી મળતા જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ રવિરાજસિંહ સરવૈયા તથા રમેશભાઈ વાવડીયા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પોલીસે ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *