શહેરના જૂના જાગનાથ પ્લોટમાં પગના ઓપરેશન બાદ દુખાવો સહન ન થતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ જૂના જાગનાથ પ્લોટમાં જૈન દેરાસર પાછળ 36 કર્વાટરમાં રહેતા બાબુભાઇ તુલશીભાઇ સોલંકી (ઉ.વ.40) નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોત.
બનાવની જાણ થતા 108ના ઇએમટીએ જોઇ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકના પીએસઆઇ પી.કે. પઢીયાર સહિતના સ્ટાફ દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક બાબુભાઇને પગના ગોળામાં તકલીફ હોય જેથી ઓપરેશન કરાવ્યુ હતુ.જો કે ઓપરેશન બાદ દુખાવો સહન ન થતા કંટાળીને તેઓ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધાનુ ખુલવા પામ્યુ છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
