શહેરના ગોંડલ રોડ પર પીડીએમ ફાટક નજીક બપોરે માલગાડી હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગરના પીએસઆઈ પી. વી. ડોડીયા અને આનંદભાઈએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.આપઘાત કરનાર યુવાનની ઉમર આશરે પાંત્રીસ વર્ષ જેવી છે. તેણે ભુરૂૂ જીન્સ અને કાળો શર્ટ પહેરેલા છે.
