ચોટીલામાં પ્લોટમાં ચણતર કામ કરવાની ના પાડી યુવાનને માર માર્યો

ચોટીલાના રાજાવાડી ગામે રહેતા મહેશ નાજાભાઈ વાઘેલા (ઉ.40) નામના યુવાનને તેમના પાડોશમાં જ રહેતાં કાકાના દીકરા વિજય, તેની પત્ની પારૂબેન અને અજયે કુહાડી વડે માર…

ચોટીલાના રાજાવાડી ગામે રહેતા મહેશ નાજાભાઈ વાઘેલા (ઉ.40) નામના યુવાનને તેમના પાડોશમાં જ રહેતાં કાકાના દીકરા વિજય, તેની પત્ની પારૂબેન અને અજયે કુહાડી વડે માર મારતાં મહેશને ઈજાગ્રસ્ત હાલતમાં અહિંની સિવિલમાં ખસેડાયો છે. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

મહેશે જણાવ્યું હતું કે, તે કડીયા કામ કરે છે. સંતાનમાં તેમને બે દીકરા ચે. તેમજ પોતે બે ભાઈ એક બહેનમાં મોટો છે. પોતાના પ્લોટમાં ચણતર કામ કરતો હતો તે કરવાની ના પાડતાં મહેશના પિતરાઈ ભાઈ-ભાભી સહિતનાએ હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *