લોન લઈ દીધા બાદ માસી-માસા હપ્તા ન ભરતા યુવાનનો આપઘાતનો પ્રયાસ

શહેરના કોઠારીયા રોડ પર આવેલા મેઘાણીનગરમાં રહેતા યુવાને તેના માસી-માસાને રૂા.50 લાખની લોન લઈ દીધી હોય પરંતુ માસી-માસા હપ્તા ભરતા ન હોવાથી તેણે ફિનાઈલ પી…

શહેરના કોઠારીયા રોડ પર આવેલા મેઘાણીનગરમાં રહેતા યુવાને તેના માસી-માસાને રૂા.50 લાખની લોન લઈ દીધી હોય પરંતુ માસી-માસા હપ્તા ભરતા ન હોવાથી તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા મેઈન રોડ પર ભારતીનગર પાસે આવેલા ન્યુ મેઘાણીનગર શેરી નં.3માં રહેતા અજય રાજુભાઈ હિરાણી (ઉ.33) નામના યુવાને આજે બપોરે પોતાના ઘરે ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અજય એક ભાઈ બે બહેનમાં મોટો અને હેર સલૂનની દુકાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

વધુ તપાસમાં જાણવા મળ્યા મુજબ, અજયે તેના માસી અરવિંદાબેન દિનેશભાઈ કુંજડીયા અને માસા દિનેશભાઈ ઠાકરશીભાઈ કુંજડીયાને મકાન લેવા માટે રૂા.50 લાખની લોન લઈ દીધી હતી. બાદમાં થોડા સમય માટે તેઓએ હપ્તા ભરેલા અને પછી હપ્તા ભરવાનું બંધ કરી દેતાં અજય હપ્તા ભરતો હતો પરંતુ બાદમાં તેની પરિસ્થિિતિ ખરાબ થતાં તે પણ હપ્તા ભરી શકતો ન હતો.

આ ઉપરાંત માસી માસા બે વર્ષ પહેલા તેમની કાર બે દિવસ માટે કહી લઈ ગયા બાદ આજ સુધી પરત આપી ન હતી. માસી માસાના અશ્ય ત્રાસના કારણે તેણે કંટાળી જઈ તેણે અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિવેડો ન આવતાં તેણે કંટાળી જઈ સ્યુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *