વિધાનસભામાં કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે UCC બિલ પાસ

ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ પાસ કરનારૂ બીજુ રાજ્ય બન્યું ગુજરાત 7 કલાકની ચર્ચા બાદ બહુમતિથી બિલ પસાર, કોંગ્રેસે નોંધાવેલો વિરોધ દીકરીઓના રક્ષણ માટે મેં…

ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ પાસ કરનારૂ બીજુ રાજ્ય બન્યું ગુજરાત

7 કલાકની ચર્ચા બાદ બહુમતિથી બિલ પસાર, કોંગ્રેસે નોંધાવેલો વિરોધ

દીકરીઓના રક્ષણ માટે મેં કાયદાનો દંડો ઉગામ્યો: મુખ્યમંત્રીનું ભાવનાત્મક વિધાન

ચૈત્રી નવરાત્રિ પર્વમાં નારી શક્તિને સશકત બનાવતું બિલ રજૂ કરવું એ અદભૂત સંજોગ: હર્ષ સંઘવી

ગુજરાત મિરર, ગાંધીનગર,તા.25 ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ પસાર કરનારું દેશનું બીજું રાજ્ય બની ગયું છે. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ’ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026’ વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. જોકે, વિપક્ષ કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે બિલના પ્રથમ વાંચન બાદ તેને વધુ વિચારણા માટે પ્રવર સમિતિને મોકલવાની માંગણી કરી હતી. પરંતુ, આ માંગણીનો અસ્વીકાર થતાં ગૃહમાં હાજર કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. બિલ પસાર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં એક ભાવુક અને મક્કમ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદો રાજ્યની દીકરીઓ અને મહિલાઓના રક્ષણ માટે અત્યંત જરૂૂરી છે અને આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

UCC વિધેયક પરની ચર્ચાના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત ભાવનાત્મક રીતે ગૃહને સંબોધ્યું હતું. તેમણે કહ્યું, “મને બધા દાદા-દાદા કહીને બોલાવે છે. ત્યારે મારા રાજ્યની તમામ દીકરીઓ, બહેનો અને માતાઓની કાળજી રાખવી એ મારી નૈતિક ફરજ છે. તમામ દીકરીઓ અને માતાઓના રક્ષણ માટે મારે કાયદાનો ડંડો ઉગામવો જ પડે, અને મેં એ જ કર્યું છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ તુષ્ટિકરણની રાજનીતિ માટે નથી, પરંતુ સમાજમાં સમાનતા લાવવા માટે છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત સમાન અધિકાર સંહિતાનો ઉદ્દેશ્ય કોઈના અધિકારો છીનવવાનો કે કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારવાનો જરાય નથી. આ કાયદો માત્ર કાનૂની ભેદભાવ દૂર કરવા માટે છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ બિલ કોઈ પણ રીતે બંધારણની વિરુદ્ધ નથી, પરંતુ તે બંધારણનું પૂરક છે.

આ નવા કાયદા હેઠળ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને વારસાગત મિલકતના નિયમો તમામ ધર્મો માટે એક સમાન રહેશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધી પર્સનલ લો (ઙયતિજ્ઞક્ષફહ કફૂ) ના નામે મુસ્લિમ દીકરીઓને મિલકતના વારસામાં ભાઈ કરતા અડધો જ હિસ્સો મળતો હતો. પરંતુ હવે આ કાયદાના અમલથી ગુજરાતની પ્રત્યેક દીકરીને તેના પિતાની મિલકતમાં પુત્ર જેટલો જ પૂરેપૂરો 100% સમાન હક્ક મળશે. આ ઉપરાંત, ’નિકાહ હલાલા’ જેવી પ્રથાઓ, જે સ્ત્રીના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે, તેનો પણ આ કાયદા દ્વારા કાયમી અંત આવશે.

અમુક સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે લઘુમતી સમાજમાં કઝિન સિસ્ટર (પિતરાઈ બહેન) સાથે લગ્ન કરવાની જે પરંપરા છે, તેને આ કાયદો રોકતો નથી. જો તેમના સમાજની પરંપરામાં તે સ્વીકાર્ય હોય, તો તે માન્ય ગણાશે. આ ઉપરાંત, આદિવાસી સમાજની ઓળખ અને તેમની અનોખી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે તેમને UCC ના દાયરામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. તેમના રીત-રિવાજો અને રૂૂઢિગત કાયદાઓ પહેલાની જેમ જ અકબંધ રહેશે.ગુજરાત વિધાનસભામાં “ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત-2026” વિધેયક પરની ચર્ચામાં સહભાગી થતા કાયદા મંત્રી હર્ષભાઈ સંઘવીએ એક અત્યંત પ્રભાવશાળી ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ત્યારે નારી શક્તિને સશક્ત બનાવતું આ બિલ રજૂ થવું એ એક અદભુત સંજોગ છે. હર્ષભાઈ સંઘવીએ આ વિધેયકને આવનારી સદીઓ સુધી યાદ રાખવા જેવું ’યુગાંતરકારી કદમ’ ગણાવ્યું હતું.

હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિવિધ એકીકરણના કાર્યો જેવા કે જીએસટી (વન ટેક્સ), વન રાશન કાર્ડ, વન હેલ્થ કાર્ડ અને વન ગ્રીડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકીકરણના આ મહાન યજ્ઞમાં હવે ’વન નેશન, વન સિવિલ લો’ની આહુતિ બાકી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો દેશમાં ગુનાખોરી માટેનો ક્રિમિનલ કાયદો તમામ ધર્મો માટે સમાન હોય, તો દીકરીઓના લગ્ન, છૂટાછેડા અને મિલકતના અધિકાર માટે ધર્મના આધારે અલગ કાયદા કેમ હોવા જોઈએ?ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપતા તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજોએ “ભાગલા પાડો અને રાજ કરો”ની નીતિ હેઠળ પર્સનલ લો ને અલગ રાખ્યા હતા. બંધારણ સભામાં ડો. બાબાસાહેબ આંબેડકર, કનૈયાલાલ મુનશી અને અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર જેવા મહાનુભાવોએ સમાન નાગરિક ધારાની હિમાયત કરી હતી. બંધારણના આર્ટિકલ-44 માં પણ રાજ્યને આ માટે પ્રયાસ કરવા દિશાસૂચન અપાયું છે. હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં વોટબેંકની રાજનીતિને કારણે આ કાયદો અભેરાઈએ ચડાવી દેવાયો હતો, પરંતુ હવે ગુજરાત સરકારે આ બીડું ઝડપ્યું છે.

રાજ્યના આદિવાસી ભાઈ-બહેનોને ખાતરી આપતા હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે, બંધારણના આર્ટિકલ 366(25) હેઠળ આવતી તમામ અનુસૂચિત જનજાતિઓને આ કાયદામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ કાયદો આદિવાસી સમાજના લગ્ન, વારસા કે પરંપરાગત રીત-રિવાજોમાં કોઈ જ દખલગીરી કરશે નહીં. અંતમાં તેમણે અમિતભાઈ શાહના શબ્દોને દોહરાવતા કહ્યું હતું કે, યુસીસી કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાયની તરફેણમાં છે. ઉદબોધનના અંતે તેમણે “જો તુફાનોં મેં પલતે જા રહે હૈં, વહી દુનિયા બદલતે જા રહે હૈં” પંક્તિઓ દ્વારા સરકારના મક્કમ નિર્ધારને વ્યક્ત કર્યો હતો.

ગુજરાત માટે ગૌરવની ક્ષણ: મુખ્યમંત્રી
UCC બિલ રજૂ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાત માટે આજની ક્ષણ ઐતિહાસિક છે અને દરેક ભારતીય માટે ગૌરવનો સમય છે.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ એક પણ દિવસ રજા પાડ્યા વગર દીર્ઘકાલીન શાસન કરીને દેશને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. તેમણે કલમ 370 રદ કરીને ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કર્યો છે. હવે દેશમાં એક સમાન કાયદો લાવવા તરફ ડગલું માંડવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આઝાદી બાદ રજવાડાઓ એક થયા, પણ કાયદાઓ અલગ હતા. આજે ગુજરાતમાં UCC રજૂ કરીને આપણે સનાતન સંસ્કૃતિના સમાનતાના ભાવને ખરા અર્થમાં અમલી બનાવી રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું હતું કે, એકથી વધુ લગ્ન કરવાના કેસમાં 7 વર્ષ સુધીની જોગવાઇ કરાઈ છે. સગીરા સાથે લીવ ઈન રીલેશનશીપ હોય તો પોસ્કોનો ગુન્હો પણ નોંધાશે. ઓળખાણ છુપાવીને લગ્ન કરવા કે છેતરપિંડી કરનારને હવે ગુજરાતમાં સ્થાન નથી. કોર્ટ દ્વારા છૂટછાટ નોંધણી ફરજિયાત કરવામાં આવશે. કોર્ટ બહાર છૂટાછેડા અમાન્ય છે. કોર્ટ બહાર છૂટાછેડામાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. લીવ ઈનમાં પણ નોંધણી ફરજિયાત છે. લીવ ઈનમાં સગીરા સાથે હશે તો પોસ્કોનો કેસ થશે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આર્ટિકલ 44 મુજબ રાજ્યએ તમામ નાગરીકો માટે એક સરખો નાગરીક કાયદો લાવવા માટે બિલ લાવ્યા છીએ. લગ્ન છુટાછેડા અને વારસો માટે કાયદા બનાવવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બન્ને પાસે છે જે હસ્તક આ બિલ રજૂ કર્યું છે. બળજબરીથી લગ્ન થયા હશે તો 7 વર્ષની સજા છે સાથે દંડની જોગવાઈ કરાઈ છે. લીવ ઈન રિલેશનશિપ આઝાદી માટે નહીં છોકરીઓની સુરક્ષા માટે છે.

ચૂંટણી નજીક આવે ત્યારે ભાજપને UCC યાદ આવે છે: અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે ગૃહમાં ’ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC ) 2026’ બિલ રજૂ કરવામાં આવ્યું. ગૃહમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પોતાનું ભાષણ શરૂૂ કરતાં સરકાર પર આક્રમક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, “જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને UCC યાદ આવે છે.” તેમણે આક્ષેપ કર્યો કે પેટ્રોલ-ડીઝલના પંપ પર લાંબી લાઈનો અને મોંઘવારીના મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. ચાવડાએ વધુમાં કહ્યું કે, “જો આટલું મહત્વપૂર્ણ બિલ છે તો કમિટીમાં તમામ સમાજ અને ધર્મના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવ્યા હોત તો વધુ યોગ્ય બનત.” આજની ચર્ચા નિહાળવા માટે વિધાનસભામાં અનેક વરિષ્ઠ નેતાઓની હાજરી પણ નોંધપાત્ર રહી હતી. પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી આઈ કે જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ગૃહમાં હાજર રહ્યા હતા. ભાજપના ઉપાધ્યક્ષ ભરત પંડયા ની હાજરી પણ નોંધાઈ હતી. આ વચ્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ માલધારી સમાજ મુદ્દે આપેલું મજબૂત નિવેદન રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ બન્યું. તેમણે જણાવ્યું કે ગીર, બરડા અને આલેચ વિસ્તારોના રબારી, ભરવાડ અને ચારણ સમાજને લઈને સરકાર નીતિગત નિર્ણયની દિશામાં આગળ વધી રહી છે અને જઝમાંથી ઘઇઈમાં સમાવેશ અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. આ રીતે આજે વિધાનસભામાં એક તરફ UCC બિલ પર સરકારનો જોરદાર બચાવ અને બીજી તરફ વિપક્ષનો તીખો વિરોધ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *