શહેરની ભાગોળે નવાગામમા આવેલા દિવેલીયાપરામાં ભાઇની પ્રેમિકા વિશે એલફેલ બોલવાની ના પાડતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ લાકડાના પાટીયા વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.જાણવા મળતી વિગત મુજબ દિવેલીયાપરામાં રહેતો અને મુળ વિશનગરનો વતની બળદેવ રાણાજી ઠાકોર (ઉ.વ.22)નામના યુવાન કુવાડવા રોડ પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માલીયાસણ ગામે રહેતા રાહુલ પરમાર, રસિકભાઇ અને વિપુલભાઇના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે રાતે તે ઘરે હતો ત્યારે ઘર બહાર તેના નાના ભાઇ દશરથ સાથે ત્રણેય શખ્સો ઝપાઝપી કરતા હોય જેથી તે ભાઇને છોડાવવા વચ્ચે પડતા ત્રણેય શખ્સોએ ઉશકેરાય જઇ લાકડાના ધોકા વડે હુમલો કરી મારમારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો પ્રાથમિક તપાસમા ફરિયાદીના ભાઇ દશરથની પ્રેમિકા વિશે આરોપી રાહુલ એલફેલ બોલતો હોય જેથી આવી રીતે બોલવાની ના પાડતા ઝઘડો કરી હુમલો કર્યાનુઁ જણાવ્યું હતુ. આ અંગે કુવાડવા રોડ પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.