રાત્રે બનેલી ઘટનાથી લોકોના ટોળા એકઠા થયા, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો; સગીર સહિત પાંચ સકંજામાં
બે દિવસ પહેલા કરેલી મજાક મસ્તીનો ખાર રાખી હુમલો કરાયો
રાજકોટ શહેરમા લુખ્ખાગીરીએ હદ વટાવી છે સામાન્ય બાબતોમા છરીઓ ઉડવી કે હુમલા જેવા ઘટનાં રોજ બરોજ બનતી જાય છે. ત્યારે ગઇકાલે રાત્રીનાં સમયે રૈયા રોડ પર બ્રહમસમાજ ચોક પાસે એક યુવાનને અગાઉ મજાક મસ્તી કરવા મામલે પાંચ શખસોએ બેફામ માર મારી છરીનો ઘા ઝીકી દેતા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. આ ઘટનામા યુવાનને છરી પગનાં ભાગે ખુપેલી હાલતમા સારવારમા લાવવામા આવ્યો હતો. આ ઘટના મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમા રાયોટીંગ , મારામારી, ગાળો બોલવા સહીતની કલમો હેઠળ પાંચ શખસો સામે ગુનો નોંધવામા આવ્યો છે.
વધુ વિગતો મુજબ રૈયા રોડ પર બ્રહમસમાજ ચોક શિવપરા શેરી નં 1 પાસે રહેતા વિનુભાઇ જેસંગભાઇ ડાંગર નામનાં આધેડે પોતાની ફરીયાદમા રેહાન અસ્લમભાઇ શેખ, સિકંદર કાલાવડીયા, શાહનવાઝ, અરમાન અતીયાન અને જુનેદ દહેરુશનુ નામ આપતા તમામ સામે રાયોટીંગ , મારામારી અને ગાળો બોલવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામા આવતા ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટાફે પાચેયને સકંજામા લઇ લીધા હતા. આ પાંચ આરોપીમાથી 3 આરોપી સગીર હોવાનુ પોલીસ તપાસમા જાણવા મળી રહયુ છે.
વીનુભાઇ ડાંગરે પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ કડીયાકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે અને તેમને પુત્ર તેજસ ડાંગર મોબાઇલની દુકાનમા કામ કરે છે . ગઇકાલે તેજસ ઘર નજીક આવેલા ગણપતીનાં પંડાલ પાસે બેઠો હતો . અગાઉ તેજસે આરોપીઓનાં મીત્રો મોહંમદ જેફ અને આરોપીઓની સાથે બોલાચાલી થઇ હતી જે બાબતે તેજસ રેહાન પાસે વાતચીત કરવા ગયો હતો. આ સમયે શાહનવાઝ અને અરમાન બંને ત્યા આવી પહોંચ્યા હતા અને બે દીવસ અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી આરોપીઓ એકસંપ થઇ તેજસ પર હુમલો કર્યો હતો . અને ઢીકા પાટુનો માર માર્યો હતો ત્યારબાદ આ સમયે વીનુભાઇ ત્યા પહોંચી ગયા હતા. તેઓએ આરોપીને ઝઘડો નહી કરવા સમજાવ્યા હતા.
આમ છતા તમામ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તેજસ સાથે બોલાચાલી કરી ઢીકા પાટુનો મુંઢમાર મારી અને આરોપી જુનેદે તેની પાસે રહેલી છરી કાઢી તેજસને જમણા પગમા ઘા ઝીકી દેતા છરીનો ધારદાર ભાગ પગમા જ ખુપી ગયો હતો . અને હાથો સીકંદરનાં હાથમા રહી ગયો હતો. ત્યારબાદ ત્યા લોકોનાં ટોળા એકઠા થઇ જતા આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા. અને તેજસને છરી પગમા જ ખુપેલી હાલતમા સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો આ ઘટનામા પોલીસે પાચેય આરોપીને સકંજામા લઇ પુછપરછ શરુ કરી છે.
