ટીંબડી ગામ નજીકથી વાહનમાં 10 બકરા અને 3 ઘેટા સહીત કુલ 13 જીવને ખીચોખીચ ક્રુરતાપૂર્વક બાંધી પરિવહન કરનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વિવેકભાઈ વેલજીભાઈ અઘારાએ આરોપીઓ શબીર મહમદ હનીફ શેખ રહે અંજાર કચ્છ અને ધારીભાઈ બચુભાઈ જીલીયા રહે ત્રાજપર ચોકડી મોરબી 2 વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની મહિન્દ્રા જીતો કાર જીજે 17 યુયુ 6759 વાળીમાં ગેરકાયદે બકરા નંગ 10 અને ઘેટા નંગ 03 એમ કુલ જીવ નંગ 13 ક્રુરતા પૂર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના હેરાફેરી કરતા મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના મચ્છુ 3 ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત
મચ્છુ 3 ડેમના પાણીમાં ડૂબી જતા મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી 41 વર્ષીય યુવાનનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નીલેશભાઈ નરશીભાઈ મેવા (ઉ.વ.41) નામના યુવાન ગત તા. 30 ના રોજ સાંજના અરસામાં મચ્છુ 3 ડેમના પાણીમાં ડૂબી જતા મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
