વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ

રાજા વડલામાં નાના ભાઇએ બાઇક નહીં આપતા નસેડી મોટા ભાઇએ માર માર્યો વાંકાનેરનાં ખખાણા ગામે નાના ભાઇનાં ઝઘડામા મોટા ભાઇ પર પાંચ શખસોએ છરી –…

રાજા વડલામાં નાના ભાઇએ બાઇક નહીં આપતા નસેડી મોટા ભાઇએ માર માર્યો

વાંકાનેરનાં ખખાણા ગામે નાના ભાઇનાં ઝઘડામા મોટા ભાઇ પર પાંચ શખસોએ છરી – પાઇપ વડે હુમલો કરી બાઇક અને કારખાનાનાં સીસીટીવીમા તોડફોડ કરી હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરનાં ખખાણામા રહેતા સુરેશ સામતભાઇ ડાભી (ઉ.વ. 33) રંગીલા નવાગામમા આવેલ હરી ઓમ કાસ્ટીંગ કારખાને હતો ત્યારે વિજય ડાભી, દેવરાજ, મુકેશ, અને શિવા સહીતનાં શખસોએ ઝઘડો કરી છરી – પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. પ્રાથમીક તપાસમા સુરેશ ડાભીનાં નાના ભાઇ સંજયની દિપક સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો અને બાઇક તેમજ કારખાનાનાં સીસીટીવીમા તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.

વાંકાનેરનાં રાજા વડલા ગામે રહેતા અજય રાજેશભાઇ દલસાણીયા (ઉ.વ. 18) બપોરનાં એકાદ વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો ત્યારે મોટા ભાઇ લાલજીએ છરી અને પાઇપ વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો. પ્રાથમીક પુછપરછમા હુમલાખોર લાલજી દલસાણીયાએ દારૂનાં નશામા બાઇક માંગતા અજય દલસાણીયાએ બાઇક આપવાની ના પાડતા હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *