કોટડાસાંગાણી નજીક પીપલાણા જે.કે.ઈસ્ટ્રીઝ સ્નેપ ડેકોર કારખાનાના સુપરવાઇઝરને બાઈક ઉપર આવેલ બે અજાણ્યા માણસ મારી ગાડીને આગળ બાઈક ઉભુ રાખી થુકવા માં ધ્યાન રાખતો હોય તેમ કહી ગાળો આપી હુમલો કરી ફોર વ્હીલ ગાડીના તમામ કાચ તોડી નાખેલ હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ મૂળ જુનાગઢના વંથલીના વતની અને હાલ રાજકોટ સ્થાપત્ય ગ્રીન સીટી ડી-502 80 ફુટ રીંગ રોડ નજીક કાંગશીયાળી માં રહેતા અને પીપલાણા જે.કે.ઈ સ્ટ્રીઝ સ્નેપ ડેકોર કારખાના માં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સચીનભાઇ મહેન્દ્રભાઇ ફડદુએ ફરિયાદ માં જણાવ્યું કે, તે પોતાની કાર નંબર જી.જે.27/એ.એ./9468 લઇ ગઇ. તા.17/02/2026 ના રોજ પીપલાણા થી લોથડા ખાતે દાઢી કરવા માટે ગયેલ હતો બાદ લોથડા થી પરત પીપલાણા ખાતે આવતા આશરે નવેક વાગ્યા અરસામાં ગોલ કોઈન કારખાના પાસે પોહચતા એક અજાણ્યુ બાઈકમાં આવેલ બે અજાણ્યા શખ્સોએ ગાડી આગળ રોકી થુંકવામાં ધ્યાન રાખતો હોય તેમ કહી ગાળા ગાળી કરી હતી. થો ડી વાર બાદ એક કાળા કલર ની ગાડીમા એક અજાણ્યો માણસ ગાડી માથી લોખંડ પાઇપ લઈ ને ઉતરેલ અને લોખડના પાઇપથી હુમલો કર્યો હતો.
સચીનભાઈ ત્યાંથી ભાગીને ગોલ્ડ કોઇન કારખાના માં ભાગી ગયેલ અને ત્યારે આ શખ્સો તેમની પાછળ દોડેલ અને આ આઈ.20 કારનો આગળ નો કાચ તથા મારી ગાડીના તમામ કાચમાં લોખંડના પાઇપ મારી તોડી તથા બોનેટ માં મારીને નુકશાન કરેલ હતું. તપાસ કરતા હુમલો કરનાર મુકેશભાઈ પીઠાભાઈ પરમાર સુરત વાળો તથા બીજા બે અજાણ્યા માણસો જે આ મુકેશભાઈ ના મીત્ર છે તેવુ જાણવા મળેલ હતુ.
