રાવકીમાં પોતાના જેવા જ ચંપલ પહેરી ઘરે આવી ગયેલા યુવાન અને તેની પત્ની પર હુમલો

રાજકોટ શહેરના લોધીકા તાલુકાના રાવકી ગામે રહેતો યુવાન દરજીની દુકાને કપડા સીવડાવવા ગયા બાદ ત્યા તેના જેવા જ ચંપલ એક શખ્સ પહેરીને આવ્યો હોય તે…

રાજકોટ શહેરના લોધીકા તાલુકાના રાવકી ગામે રહેતો યુવાન દરજીની દુકાને કપડા સીવડાવવા ગયા બાદ ત્યા તેના જેવા જ ચંપલ એક શખ્સ પહેરીને આવ્યો હોય તે પોતાના સમજીને ઘરે ગયા બાદ આરોપીએ યુવકનો પીછો કરી તેમને માર માર્યો હતો અને વચ્ચે પડેલા તેમના પત્નીને પણ ધોકા વડે માર માર્યો હતો. જેથી દંપતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુ વિગતો મુજબ રાવકી ગામે સોરઠીયા ફ્રાઉન્ડરીમાં રૂમમાં રહેતા અને કંપનીમાં જ કામ કરતા અજય ચંદ્રશેખર યાદવ (ઉ.વ.23) ગઇકાલે બપોરે બુધવારની રજા હોવાથી તેના ઘર નજીક આવેલી દરજીની દુકાને કપડા સીવડાવવા ગયો હતો. ત્યારે ત્યા આરોપી રામુ પણ કપડા સીવડાવવા આવ્યો હતો અને બંન્નેના ચંપલ સરખા હોવાથી અજય પોતાના ચંપલ સમજી રામુના ચંપલ પહેરીને ઘરો જતો રહ્યો હતો અને બાદમાં રામુને જાણ થતા તે અજયના ઘરે પહોંચી ચંપલ મામલે બોલાચાલી કર્યા બાદ અજયને માર માર્યો હતો અને વચ્ચે પડેલા તેમના પત્ની પ્રીયાબેનને પણ માર મારતા ઇજા થઇ હતી. તેઓ બંન્ને મુળ ઉત્તરપ્રદેશના વતની છે અને હાલ અહી રહી મજૂરી કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *