ગોંડલના જામવાડી નજીક હિટ એન્ડ રનમાં શ્રમિક યુવાનનું મોત

રાજકોટ-ગોંડલ હાઈ-વે પર જામવાડી નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં મધ્યપ્રદેશના શ્રમિક યુવાનનું મોત નિપજ્યું છે. જાણવા મળતી…

રાજકોટ-ગોંડલ હાઈ-વે પર જામવાડી નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં મધ્યપ્રદેશના શ્રમિક યુવાનનું મોત નિપજ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો અને હાલ ગોંડલના ઉંબાળા રોડ પર ચંદુભાઈની વાડીમાં રહી મજુરી કામ કરતો હકો ઉર્ફે વિપુલ રૂપાસિંગ મેડા (ઉ.વ.30) નામનો યુવાન ગત મોડી રાત્રે બાઈક લઈ જતો હતો ત્યારે જામવાડી ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલક બાઈખને ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો. જેથી અકસ્માતમાં ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પરંતુ અહીં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈ પાંચ બહેનમાં વચેટ અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *