નાતાલની ઉજવણીનો ઉન્માદ; ચારેકોર ટ્રાફિકજામ, રેસ્ટોરન્ટો ફુલ

કાલાવડ રોડ, સરદારનગર, રૈયા રોડ અને 1પ0 ફૂટ રિંગ રોડ સહિતના મુખ્ય માર્ગો પર વાહનોની બબ્બે કિલોમીટર સુધીની લાંબી લાઇનો લાગી : ટ્રાફિક સમસ્યા હળવી…

કાલાવડ રોડ, સરદારનગર, રૈયા રોડ અને 1પ0 ફૂટ રિંગ રોડ સહિતના મુખ્ય માર્ગો પર વાહનોની બબ્બે કિલોમીટર સુધીની લાંબી લાઇનો લાગી : ટ્રાફિક સમસ્યા હળવી થવાને બદલે વધુને વધુ મુશ્કેલ બની

પ્રેમ, પરોપકાર, એકતા, બંધુત્વ અને માનવતાના સંદેશને ઉજાગર કરતા ખ્રિસ્તી ધર્મના લોકોના નાતાલના તહેવારોની રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમા ઉજવણી કરવામા આવી રહી છે. જેથી સમગ્ર રાજકોટમા પ્રકાશમય માહોલ ઉભો થયો છે. ગઇકાલે 25 ડીસેમ્બર નાતાલના રોજ નવા વર્ષના વધામણાના મહોત્સવનો શાનદાર અનેક કાર્યક્રમોની કાલાવડ રોડ પર આવેલા બિશ્પ હાઉસ (લવ ટેમ્પલ) મા આયોજન કરવામા આવ્યુ હતુ. આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો પ્રભુ ઇશુના જન્મદિવસના રૂપમા નાતાલની ઉજવણી કરવામા આવે છે. ત્યારે રાજકોટ શહેરમા કાલાવડ રોડ પર આવેલા લવ ટેમ્પલ, મોચીબજારમા આવેલા ચર્ચને રંગબેરંગી રોશનીથી શણગારવામા આવ્યા છે. ગઇકાલે ખ્રિસ્તી સંપ્રદાયના લોકો નાતાલ પર્વ નિમીતે ચર્ચોમા ભગવાન ઇશુની પ્રાર્થના કરવા માટે ઉમટી પડયા હતા.
નાતાલના આ પર્વ નિમીતે રાજકોટ શહેરમા ચારેય બાજુ ટ્રાફીક જોવા મળ્યો હતો. ગઇકાલે કાલાવડ રોડ પર આવેલા લવ ટેમ્પલ, એસ્ટ્રોન ચોક, રૈયા રોડ, હેમુગઢવી હોલ પાસે, યાજ્ઞિક રોડ, 150 ફુટ રીંગ રોડ, સરદારનગર મેઇન રોડ, કેશરી પુલ સહિતના અનેક માર્ગો પર ચીકકાર ટ્રાફીક જામ સર્જાયો હતો. આ ટ્રાફીકમા લગભગ બબ્બે કિલોમીટર સુધીના વાહનોના થપ્પા લાગી ગયા હતા અને અમુક ટ્રાફીકના સ્થળો પર પોલીસ જોવામા આવી નહોતી.

ટ્રાફીકને લઇ ક્ધટ્રોલ પોલીસમા અનેક કોલ આવ્યા હોવાનુ પણ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે. ટ્રાફીક જામની સમસ્યા તંત્ર, શાસકો અને પોલીસની નિસ્ક્રીયતાને કારણે માથાના દુખાવા રૂપ બનતી જાય છે. તેમજ રાજકોટ શહેરમા ટ્રાફીક સમસ્યા જાણે કાયમી બની ગઇ હોય તેમ ટ્રાફીકના ઉકેલ માટે અનેકવાર બેઠકો પણ યોજવામા આવે છે. પરંતુ ટ્રાફીક સમસ્યા હળવી બનવાના બદલે વધુને વધુ મુશ્કેલ બનતી જાય છે. તેમજ શહેરમા નાતાલની ઉજવણીને પગલે શહેરમા આવેલી તમામ હોટલોમા અનેક પરિવારો ઉમટી પડયા હતા અને અમુક હોટલોમા લગભગ એક એક કલાકનુ વેઇટીંગ ચાલતુ હોવાનુ પણ ધ્યાને આવ્યુ હતુ. ગઇકાલે શહેરના સરદારનગર મેઇન રોડ પર ચીકકાર ટ્રાફીકજામ સર્જાયો હતો અને અનેક વાહનો ફસાયા હતા તેમજ અમુક શોરૂમની બહાર સાંતાકલોઝ બની મનોરંજન પુરૂ પાડયુ હતુ. તેમજ બાળકોને ગીફટ તેમજ ચોકલેટ આપી બાળકોને ખુશ કર્યા હતા. ગઇકાલે સરદારનગર મેઇન રોડ જાણે મનોરંજન ગલી બની હોય તેવુ લાગી રહયુ હતુ.

ટ્રાફિક પોલીસે બ્રેથ એનેલાઇઝરથી 129 શખ્સોને ચેક કર્યા : છ વાહનો ડિટેન

રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ અંતર્ગત ટ્રાફીક શાખાના ડીસીપી પુજા યાદવની રાહબરીમા એસીપી જયવીર ગઢવી અને ચારેય સેકટરના અધિકારીઓએ કિશાનપરા ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, કિશાનપરા ચોક અને ઘંટેશ્ર્વર પાસે બે કલાક ટ્રાફીક ડ્રાઇવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ આયોજનમા ટ્રાફીક પોલીસ દ્વારા 193 વાહન ચાલકો પાસેથી 8પ હજાર દંડ વસુલ્યો હતો. તેમજ છ વાહનો ડિટેઇન કરાયા હતા. જયારે બ્રેથ એનેલાઇઝરની મદદથી શંકાસ્પદ જણાતા 129 લોકો પીધેલા છે કે નહીં તેને તપાસવામા આવ્યા હતા. આ ડ્રાઇવ હજુ જારી રહેશે તેવુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *