જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં રહેતા ખેડૂત ગિરધરભાઈ ગોવિંદભાઈ અકબરીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મુળ દાહોદના વતની ભલાભાઇ મથુરભાઈ બારીયા ની 17 વર્ષીય પુત્રી સુશીલાબેને ગઈકાલે પોતાના ઘેર લોખંડના એંગલ માં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો, તેથી તેણી ને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પિતા ભલાભાઇ મથુરભાઈ બારીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે સરકારી હોસ્પિટલમાં દોડી જઈ સુશીલાબેન ના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ માં જાહેર કરાયા અનુસાર મૃતક તરુણીને કાલાવડમાં બુધવારી બજારમાં જવું હતું, પરંતુ માતાએ જવાની ના પાડતાં તેણીને માઠું લાગી આવ્યું હતું, અને ગુસ્સામાં આવી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
