તમે કામો ઉપર દેખરેખ રાખો, અમારી વોચ તમારા ઉપર છે : મુખ્યમંત્રી

વિકાસ કામો કરો પૈસા ઘટે તો સરકાર આપવા તૈયાર, ચૂંટણી વર્ષમાં જ તમામ કામ પૂરા કરવા તાકીદ રાજકોટ મનપાના પદાધિકારીઓ-ધારાસભ્યો સાથે ભૂપેન્દ્રભાઇની બેઠક નર્મદાનીરના વિકલ્પે…

વિકાસ કામો કરો પૈસા ઘટે તો સરકાર આપવા તૈયાર, ચૂંટણી વર્ષમાં જ તમામ કામ પૂરા કરવા તાકીદ

રાજકોટ મનપાના પદાધિકારીઓ-ધારાસભ્યો સાથે ભૂપેન્દ્રભાઇની બેઠક

નર્મદાનીરના વિકલ્પે નવો ડેમ આપવા, ટીપી સ્કીમોનો ઝડપથી નિકાલ લાવવા, ફ્લાવરબેડનો નિવેડો લાવવા સરકાર સમક્ષ રજૂઆત

રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી રોડ રસ્તા સહિતના મુદે લોકોમાં દેકારો બોલી જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્થિતી કાબુમાં લેવા દરરોજ તમામ વિભાગો સાથે પ્રેસ કોન્ફરન્સ મારફત વિગતો મેળવી તંત્રને દોડતુ કર્યુ હતુ અને ગઇકાલે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યો અને પ્રમુખ સહિતનાને ગાંધીનગર બોલાવી રૂબરૂ મળી હાલમાં ચાલી રહેલા કામો તેમજ હવે પછી થનારા કામો અંગેનો રિપોર્ટ મેળવી તમામને સૂચના આપેલ કે, તમે કામ ઉપર દેખરેખ રાખો અમારી વોચ સતત તમારા ઉપર છે. વિકાસના કામો ચાલુ રાખો પૈસા ઘટેતો સરકાર આપવા માટે તૈયાર છે. ચૂંટણી વર્ષમાં તમામ કામો પુરા થઇ જવા જોઇએ તેવી તાકીદ કરી હતી.

ગાંધીનગર ખાતે ગઇકાલે મહાનગર પાલિકા તમામ પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખ અને ચારેપ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બેઠક યોજી જણાવેલ કે, ધારાસભ્યો પોતાના વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કરે તેના માટે પૈસા ઘટે તો સરકાર આપવા માટે તૈયાર જ છે.

તેમજ મનપાના પદાધિકારીઓને સિખ આપેલ કે અધિકારીઓને માફક ફિડલમાં જઇને કામો ઉપર દેખરેખ રાખો અમારી વોચ તમારા ઉપર સતત છે. આથી લોકોની ફરિયાદોનુ ઝડપથી નિરાકરણ આવે તે રીતે અધિકારીઓ સાથે સંકલન કરી કામ કરો તેઓએ પદાધિકારીઓને ખાસ જણાવેલ કે આગામી દિવસોમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમા રાખી પ્રજાલક્ષી કાર્યો ઉપર પૂરતુ ધ્યાન આપી લોકોને ફરિયાદનો મોકો ન મળે તેવી કામગીરી કરો તેવી જ રીતે મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટિની બેઠક અથવા અન્ય સંકલન સમયે અદોરો અદર થતા વિરોધ ન થવા જોઇએ અને લોકો દ્વારા સૂચવવામા આવેલા કામો સમયસર કરી જૂથવાદ ન થાય તેનુ ધ્યાન રાખી નાનામા નાના કાર્યકરથી લયને કોર્પોરેટર સહિતનાનું કામ પણ થવુ જોઇએ તેમ જણાવ્યું હતુ.

નર્મદા નિગમ સાથે નવા કરાર ઝડપથી કરો
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે યોજાયેલ બેઠકમાં પદાધિકારીઓએ મુખ્યમંત્રી દ્વારા અપવામાં આવેલ સૂચનાઓ સાંભળ્યા બાદ જણાવેલ કે, રાજકોટ શહેર નર્મદા આધારીત હોવાથી મચ્છુ-1 ડેમથી નવી પાણીની લાઇન નાખવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ તેમજ હાલના જળાશયો શહેરની વસ્તી પ્રમાણે અપૂરતા હોવાથી નવુ જળાશય બને તે અંગેની વિચારણા અને કાર્યવાહી હાથ ધરાઇ તેમજ હાલમાં સૌની યોજના અંતર્ગત ડેમમાં નર્મદા નીર આપવામાં આવી રહયા છે. તેમજ ઢાકીથી પાઇપ લાઇન મારફતે નર્મદા નીરનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે તમામ નર્મદા નિગમ હેઠળ આવતુ હોય નિગમ સાથે અગાઉ નર્મદા નીરનો ચાર્જ સહિતના મુદે નવા કરારની વાત થયેલ આથી નર્મદા નિગમ સાથે આ તમામ મુદે નવા કરાર કરવામાં આવે તેમજ મનપામાં વર્ગ એકની ભરતીમાં ઉમેદવારની લાયકાતો માટે સુધારા ઠરાવ મોકલેલ છે. તે અને ક્ધવેશન સેન્ટર સહિતને મંજૂરી આપવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *