પહેલાં કંઇ કર્યુ નહીં, હવે ફૂડ પેકેટ્સના નાટક કરો છો: પીડિતોનો ગુસ્સો ફાટ્યો

ખાડીના પૂરને કારણે પાંડેસરાના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા હોવા છતાં તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પૂર આવ્યા…

ખાડીના પૂરને કારણે પાંડેસરાના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા હોવા છતાં તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પૂર આવ્યા બાદ લગભગ 72 કલાક પછી સરકારી અધિકારીઓ વિસ્તારની મુલાકાતે પહોંચતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

સ્થાનિકોએ અધિકારીઓને ઘેરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને સમયસર રાહત કામગીરી ન કરવા બદલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા. પાંડેસરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં રહેલો સામાન બગડી ગયો છે, પીવાનું શુદ્ધ પાણી, દૂધ અને દૈનિક જરૂૂરિયાતની વસ્તુઓ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોનો આરોપ છે કે, હવામાન વિભાગ તેમજ તંત્ર દ્વારા અગાઉથી ભારે વરસાદ અને ખાડીમાં જળસ્તર વધવાની ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં પાણીના નિકાલ માટે કોઈ અસરકારક પૂર્વ તૈયારી કરવામાં આવી નહોતી. જેના કારણે વરસાદ અને ખાડીના પાણીના કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો.
પૂરના ત્રણ દિવસ બાદ અધિકારીઓ જ્યારે વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. “મોડા આવ્યા ને હવે નાટક કરો છો” જેવા સૂત્રોચ્ચાર સાથે લોકોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો અને માત્ર મુલાકાતથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરી.

આ દરમિયાન રાહતરૂૂપે ફૂડ પેકેટના વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે વિતરણ દરમિયાન પણ સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. લોકોનું કહેવું હતું કે માત્ર ફૂડ પેકેટ આપવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી, પરંતુ સૌથી પહેલાં વિસ્તારમાંથી ભરાયેલું પાણી બહાર કાઢવાની તાત્કાલિક કામગીરી શરૂૂ કરવી જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *