શહેરમાં મોચીબજાર વિસ્તારમાં રહેતા પ્રૌઢે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોચી બજારમાં આવેલા તિલક પ્લોટમાં રહેતાં મુકેશભાઈ રમણીકલાલ પરમાર નામના 46 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક પ્રૌઢ સિકયોરિટી ગાર્ડમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં આંબેડકરનગરમાં રહેતાં રાહુલ અરવિંદભાઈ ચાવડા (ઉ.24)ને મોટાભાઈ સાથે પૈસા બાબતે ઝઘડો થયો હતો. જે અંગે માઠુ લાગતાં રાહુલ ચાવડાએ ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
