ટંકારા અને સાપકડામાં આપઘાતના બે બનાવ, ડૂબી જતાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો
વાંકાનેર પેડક વાડી વિસ્તારમાં માનસિક બીમારીથી ગ્રસ્ત અને રખડતું ભટકતું જીવન જીવતા 47 વર્ષીય આધેડ કુવામાં પડી જતા ડૂબી જતા મોત થયું છે. વાંકાનેર ગાત્રાળ રોડ પેડક વાડી વિસ્તારમાં રહેતા કરશનભાઈ બેબાભાઇ સોલંકી (ઉ.વ.47) નામના આધેડ બે ચાર દિવસથી પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના જતા રહ્યા હતા આધેડ માનસિક બીમાર હતા અને ભિક્ષાવૃતિ કરતા હતા કરશનભાઈ ગત તા. 17 ના રોજ વાડીએ કુવામાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જવાથી મોત થયું છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
ટંકારાના મોટા ખીજડિયા ગામે યુવાને કૂવામાં કૂદી આપઘાત કર્યો
મોટા ખીજડીયા ગામે રહીને મજુરી કરતા 40 વર્ષીય પરપ્રાંતીય આધેડ આર્થિક ભીંસમાં હોય અને આર્થિક સંકડામણને કારણે કુવામાં પડી આપઘાત કરી લેતા મોત થયું હતું.
મૂળ મધ્યપ્રદેશ હાલ ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીએ રહીને મજુરી કરતા કમલસિંગ ગુમાનભાઈ અજ્નારે (ઉ.વ.40) વાળા ગામની વાડીમાં પાણી ભરેલ કુવામાં પોતાની જાતે પડી જતા ડૂબી જતા મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકને વતનમાં પાકું મકાન ના હોય અને માતા આશરે દોઢ માસ પૂર્વે અવસાન પામ્યા હતા જેથી ક્રિયાક્રમના ખર્ચની ચિંતા સતાવતી હતી અને આર્થિક સંકડામણને કારણે તા. 14 ના રોજ ઘરેથી નીકળી ગયા હતા અને કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધાનું ખુલ્યું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
હળવદના સાપકડા ગામે યુવાને ગળેફાંસો ખાધો
સાપકડા ગામે પિતાએ કડિયાકામે જવાનું કહીને ઠપકો આપતા 27 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેતા નરેશભાઈ અશોકભાઈ પરમાર (ઉ.વ.27) નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મેઉત્ક નરેશ કડિયાકામે ગયો ના હતો જેથી પિતાએ કામે જવાનું કહીને ઠપકો આપ્યો હતો જે મનમાં લાગી આવતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હળવદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
હળવદના નવા અમરાપર કેનાલમા ડૂબી જતા પુરુષનું મોત
નવા અમરાપર ગામ નજીક માળિયા બ્રાંચ કેનાલના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું છે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામ નજીક માળિયા બ્રાંચ કેનાલના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષ આશરે 45 થી 55 વર્ષ વાળાનું મોત થયું છે મૃતદેહ તરતો તરતો અમરાપર ગામની સીમમાં કેનાલમાંથી મળી આવ્યો હતો હળવદ પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે
