વાંકાનેર, ચોટીલા તાલુકાને સ્પર્શતી મચ્છુ-1, ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના અંતર્ગત રૂા.254 કરોડના કામોને મંજૂરી

વાંકાનેર, ચોટીલા તાલુકાના 20 ગામોની 13450 એકર જમીન અને 1700 ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા સુદૃઢ થશે: યોજના માટે પ્રથમ પંપિંગ સ્ટેશન વાકાનેરનાં ઘીયાવાડ, બીજું ભલગામ…

વાંકાનેર, ચોટીલા તાલુકાના 20 ગામોની 13450 એકર જમીન અને 1700 ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા સુદૃઢ થશે: યોજના માટે પ્રથમ પંપિંગ સ્ટેશન વાકાનેરનાં ઘીયાવાડ, બીજું ભલગામ અને ત્રીજુ પંપિંગ સ્ટેશન ચોટીલાના કાળાસર ખાતે તૈયાર થશે

મચ્છુ-1, ત્રીવેણી ઠાંગા સિંચાઈ યોજના અંતગત વાંકાનેર અને ચોટીલા તાલુકાના વિવિધ ગામોને સૌની યોજના લીંક-3 માંથી નર્મદા આધારીત પાણીનો લાભ આગામી દિવસોમાં મળતો થશે. ઠાંગા વિસ્તારનો સૌ પ્રથમ વખતનો ડેમોને જોડી સિંચાઈ માટે પાણી ભરવાનો પ્રથમ વખતનો માસ્ટર પ્લાન હશે જે ડેમોને નવીનીકરણ સાથે જોડવાની મહત્વની યોજના બની રહેશે. આ યોજના અંતગત પાઈપલાઈન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી 20 ગામોને લાભકર્તા કુલ 11 જળસ્ત્રોતોને સાંકળવા માટેના કામને વહીવટી મંજૂરી આપેલ છે.
આ યોજના અંતગત પાઈપલાઈન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી કુલ 20 જળસ્ત્રોતોને સાંકળવા માટેના કામને સિંચાઈ વિભાગ તરફથી રૂૂા.254.00 કરોડના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી છે.

આ યોજનાના કુલ 20 જળસ્ત્રોત પૈકી 11 જેટલી નાની સિંચાઈ યોજના થકી વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળી ચોટીલા તાલુકાના મોલડી, ઝીંઝુડા, ચાણપા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ યોજનામાં મચ્છુ-1 થી ત્રિવેણીઠાંગા જળાશયને જોડવા માટે વાંકાનેર તાલુકાના ત્રણ ગામો અને ચોટીલા તાલુકાના 17તળાવો/સિમતળાવ/ચેકડેમને ભરવા માટે નર્મદાના દશ લાખ ઘન ફુટ પાણીના જથ્થાને મંજુર કરવામાં આવ્યો છે.

યોજના માટે તૈયાર થનાર ત્રણ પંપ્પીંગ સ્ટેશનોમાં મોરબીના વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે આવેલ હયાત લીંક 3 પેકેજ 4 અને પેકેજ-6 ના પંપ્પીંગ સ્ટેશનની હયાત જમીનમાં બનવવામાં આવશે જેનો એક પંપનો ડીસ્ચાર્જ અંદાજે 42483 હજાર લીટર/મિનિટ તથા પંમ્પીંગ હેડ 123 મીટર છે, બીજા પમ્પીંગ સ્ટેશન વાંકાનેરના ભલગામ ગામના સરકારી ખરાબામાં બનાવવામાં આવશે જેનો એક પંમ્પનો ડિસ્ચાર્જ 41633 લીટર/મિનિટ તથા પમ્પીંગ હેડ 81 મીટર અને ત્રીજુ પમ્પીંગ સ્ટેશન ચોટીલા તાલુકાના કાળાસર ખાતે તૈયાર થશે જેનો એક પંપનો ડિસ્ચાર્જ 18266 લીટર/મિનિટ તથા પંપ્પીંગ હેડ 48 મીટરનો છે અને આ યોજનામાં અલગ અલગ કેપેસીટીના કુલ 13 પંપ મુકવામાં આવશે.

આ યોજનામાં કુલ 78850 મીટરની લંબાઈમાં પાઈપલાઈન નાખવામાં આવશે જેનાથી 13445 એકર જમીન અને 1700 જેટલા ખેડુતોને સિંચાઈ યોજનાના પાણીની સુવિધા સુદ્રઢ થશે આ યોજના પરિપુર્ણ કરવામાં રૂૂા.254.00 કરોડનો ખર્ચ નિર્માણ પામશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *