યુવાને તેમના પરિવારને ક્હ્યું મારે અને કાજલને હવે કોઇ સંબંધ નથી
રાજકોટ શહેરના રેલનગરમાં ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપમાં રહેતા કાજલબેન રોહિતભાઈ પરમાર(ઉ.વ.33)એ તેમના પતિ રોહિત મંગલભાઈ સામે ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી છે.કાજલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા લગ્ન દશ વર્ષ પહેલા થયેલ છે અને મારા પરિવારમા હુ તથા મારા પતિ રોહિતભાઈ અને મારે સંતાનમાં બે બાળકો છે.લગ્ન થયા ત્યારેથી લઈ રાજવીરના જન્મ સુધી મારા પતિ રોહિત મારી સાથે સારી રીતે રહેલ બાદ મારા પતિ રોહિત તેના ઘરમાં સારી રીતે રાખતા ના હોય અને હું તેમને કોઈ બાબતે પુછુ તો મને આડા અવડા જવાબ આપીને જેમ ફાવે તેમ મેણા ટોણા મારીને કેહતા કે તારે મારી પંચાત કરવાની શું જરૂૂર છે અને નાની બાબતે મારી સાથે બોલા ચાલી કરીને મારા પિયરમાં મારા બાળકો સાથે મુકી જતા હતા અને મહિનાઓ સુધી મારી તથા મારા બાળકોની ભાળ લેતા નહીં છેલ્લા પાંચેક મહિના અગાઉ મારા પતિ મને ઘરનું લાઈટ બિલ ભરાઈ શકાયુ નથી તેવુ કહી મને તથા મારા બાળકોને સસરાના ઘરે અક્ષરનગર ગાંધીગ્રામ રાજકોટ ખાતે મુકી ગયો હતો.
5તિ મારા સસરાના ઘરે દિવસ દરમ્યાન બે ત્રણ કલાક આવતા પણ મારી તથા મારા બાળકોની ભાળ કે સારસંભાળ લેતા નહી બપોરના આશરે બારેક વાગ્યાના અરસામાં મારા પતિ મારા સસરાના ઘરે આવીને મને કહેલ કે મેં મારા ઘરમા બીજી બાયડી આરતીને બેસાડી છે અને આજ થી તું મારી પત્નિ નથી અને તું રૂૂબરૂૂ આવીને ઘરે જોઇ લે જેથી હું તથા મારા માતા હંસાબેન તથા મારા જેઠ અમીતભાઈ તથા જેઠાણી મોનીકાબેન અમો બધા બી વીંગ બ્લોક નં.53 ચંદ્ર શેખર આઝદ ટાઉનશીપ રેલનગર ખાતે સાંજના આશરે પાંચેક વાગ્યાના જઈ જોયું તો મારા પતિ તથા આરતી બન્ને જણા ઘરમાં હાજર હતા અને મારા પતિએ મને કહેલ કે તારા અને છોકરાઓના કપડાનાં પોટલા બાંધી મુકી દિધા છે આ આરતી જ મારી ઘરવાળી છે અને તારી અને છોકરાઓ સાથે મારે હવે કોઈ સબંધ નથી.
આ બાબતે મારી સાથે રક ઝક કરી મને તથા મારા છોકરાઓને ઘરની બહાર ધક્કો મારી કાઢી મુકેલ તથા મારા મમ્મી હંસાબેન તથા મારા જેઠ અમીતભાઇ તથા જેઠાણી મોનીકાબેન તેને સમજાવતા તે સમજેલ નહીં અને તેઓ બધાને પણ ઘરની બહાર કાઢી મુકેલ અને કહેલ કે કાજલ અને મારે હવે કોઇ સબંધ નથી અને દરવાજો બંધ કરી દીધો હતો.જેથી આ મામલે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ કરી હતી.
