ધોરીવાવ ગામે કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં શ્રમિક પ્રૌઢનું મોત

ધોરાજી તાલુકાના ધોરીવાવ ગામે કારખાનામાં કામ કરતા પ્રૌઢનો હાથ મશીનમાં આવી જતા ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું છે. કૌટુંબીક બાળકે મશીન ચાલુ કરી દેતા…

ધોરાજી તાલુકાના ધોરીવાવ ગામે કારખાનામાં કામ કરતા પ્રૌઢનો હાથ મશીનમાં આવી જતા ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું છે. કૌટુંબીક બાળકે મશીન ચાલુ કરી દેતા દુર્ઘટના સર્જાઇ હતી.

જાણવા મળતી વિગત મુજબ ધોરાજીના ધોરીવાવ ગામે રહેતા ચંદુભાઇ નાનજીભાઇ ગોઠકીયા (ઉ.વ.60) નામના પ્રૌઢ ગઇકાલે બપોરે વી.કે. પોલીમર્સ નામના કારખાનામાં કામ કરતા હતા ત્યારે ચકરી મશીનમાં હાથ આવી જતાં ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ ધોરાજી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી ધોરાજી પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક ચંદુભાઇ ચાર ભાઇ એક બહેનમાં વચેટ અને તેમને ત્રણ પુત્ર અને બે પુત્રી હોવાનુન જાણવા મળ્યું છે. મૃતક પ્રૌઢ કારખાનામાં કામ કરતા હતા ત્યારે કૌટુંબીક બાળકે રમતા રમતા અચાનક સ્વીચ ચાલુ કરી દેતા દુર્ઘટના સર્જાઇ હતી. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *