જેતપુરમાં કારખાનાના બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોત

જેતપુરમા 10 દિવસ પુર્વે જ મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાન રાત્રીનાં સમયે કંપનીનાં બીજા માળે લઘુશંકા કરવા ઉઠયો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ…

જેતપુરમા 10 દિવસ પુર્વે જ મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાન રાત્રીનાં સમયે કંપનીનાં બીજા માળે લઘુશંકા કરવા ઉઠયો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ છે. યુવકનાં મોતથી શ્રમીક પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મુળ બીહારનાં વતની અને 10 દિવસ પુર્વે જ જેતપુરમા આવેલ વનરાવન કંપનીમા મજુરી કામ અર્થે આવેલો સુરજ શિવમુની બીંદુ નામનો 19 વર્ષનો યુવાન રાત્રીનાં નવેક વાગ્યાનાં અરસામા કંપનીનાં બીજા માળે લઘુશંકા કરવા માટે ઉઠયો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો. યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *