મહિલાએ દરવાજો નહીં ખોલતા નરાધમ દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો અને મારપીટ કરી
જસદણના વડોદ ગામે એક નરાધમ શખ્સે મહિલાની લાજ લેવાના ઈરાદે તેના ઘરમાં ઘુસી નિર્લજ હુમલો કરતા આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાના ઘરે આવેલા શખ્સે મહિલાએ દરવાજો નહી ખોલતા દીવાલ ટપી અંદર ઘુસી મારપીટ કરી હતી. આ બનાવને લઇ પોલીસે વિશેષ તપાસ શરૂૂ કરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ 50 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તરીકે ગામના જ શખ્સ લાલા અજા ઉર્ફે અરજણ સાકરીયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે, તે ગઈ કાલે આશરે સાડા આઠ વાર્થ તેથી પોતાના ઘરે હતી ત્યારે લાલા અજા ઉર્ફે અરજણ સાકરીયા ઘરે ધસી આવી દરવાજો ખખડાવ્યો હતો. મહિલા ઘરે એકલા હોવાથી તેમણે દરવાજો ખોલ્યો ન હતો ત્યાર બાદમાં મહિલાએ દરવાજો નહીં ખોલતાં નરાધમ લાલા અજા ઉર્ફે અરજણ સાકરીયા ફરિયાદી મહિલાના ઘરની પાછળની દીવાલ કૂદીને ને ઘરમાં ઘુસ્યો હતો.
લાર અને મહિલા પાસે શરીર સંબંધ બાંધવાની માંગણી કરતા મહિલાએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધી હતો. જે બાદ ઉશ્કેરાયેલા લાલા અજા ઉર્ફે અરજણ સાકરીયાના તાબે નહિ થનાર મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાંનિત કરી કડકા ઝીકી ફડાકા ઝીકી હવસખોર લાલા અજા ઉર્ફે અરજણ સાકરીયાએ મહિલા ઉપર નિર્લજ હુમલો કરી મારમાર્યો હતો. મહિલાએ તેના પતિ, જમાઈ સહીતનાને ફોન કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને મહિલાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરાતા જસદણ પોલીસે જાતીય સતામણી, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમની શોધખોળ આદરી હતી.
