‘તું અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ કહી મહિલાને માર મારી ધમકી

શહેરના યુનિવર્સિટી રોડ પર કેવલમ આવાસ યોજના કવાર્ટરમાં રહેતી મહિલાને પાડોશમાં રહેતા બે શખ્સોએ ‘તુ અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ તેમ કહી ઢીકા…

શહેરના યુનિવર્સિટી રોડ પર કેવલમ આવાસ યોજના કવાર્ટરમાં રહેતી મહિલાને પાડોશમાં રહેતા બે શખ્સોએ ‘તુ અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ તેમ કહી ઢીકા પાટુનો માર મારી હવે અરજી કરી તો મારી નાખશું તેવી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા યુનિ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ કેવલમ આવાસ યોજના કવાર્ટરમાં બ્લોક નં.32માં રહેતા રેખાબેન કેતનભાઇ વૈઠા (ઉ.વ.34)નામના મહિલાએ યુનિ.પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કવાર્ટરમાં જ રહેતા રવિ ઉર્ફે માયો અરજણભાઇ ગોંડલિયા અને ફરીદ ઝાકીરભાઇ શેખના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બંન્ને શખ્સો અવાર નવાર તેમની સાથે ઝઘડા કરતા હોય જેથી ફરિયાદીએ આરોપીઓ વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી ફરિયાદી તેના ઘર પાસે હતા ત્યારે બંન્ને આરોપીઓએ આવી ‘તુ અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ તેમ કહી ગાળો આપી ઢીકા પાટુનો મારમારવા લાગ્યા હતા.

જેથી ફરિયાદીનાભાઇ નરેન્દ્રભાઇ મનસુખભાઇ પાલા બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. દરમ્યાન લોકોના ટોળા એકઠા થઇ જતા બંન્ને આરોપીઓ ત્યાથી જતા રહ્યા હતા અને જતા જતા હવે જો અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કરીતો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે યુનિ.પોલીસે બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *