લીંબડી હાઈવે પર શિયાણી સર્કલ નજીક આઈસર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જામનગરના ભંગારના વેપારીનું મોત નિપજ્યું હતું. તેમની સાથે મુસાફરી કરતાં વ્યક્તિને ઈજા પહોંચી હતી. જામનગર રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા આશિષભાઈ રઘુભાઈ નંદા તેમના મિત્ર ભાવેશભાઈ ભરતભાઈ સરવૈયા સાથે કાર લઈને ધંધાકીય કામ અર્થે વડોદરા જઈ રહ્યા હતા.
લીંબડી હાઈવે સર્કલ પર બનેલા ઓવરબ્રિજથી નીચે ઉતરી વખતે શિયાણી સર્કલ પાસે તેમની કાર આઈસર પાછળ ઘૂસી જતાં 40 વર્ષિય આશિષ નંદાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે 30 વર્ષિય ભાવેશ સરવૈયાને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં 108ના ઈએમટી પ્રતિક રામી, પાયલોટ એચ.એસ.રાણાએ ઘાયલને લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા.
