મેલુ કાઢવાની વિધિના બહાને પુત્રની નજર સામે મહિલા પર ભુવાનું દુષ્કર્મ

પોતાનો ભત્રીજો પીએસઆઇ છે તેવી ઓળખ આપતો, ભુવો મહિલાના ઘરે જઇ ધૂણવા લાગ્યો, બંધ રૂમમાં કપડા ખેંચી હવસનો શિકાર બનાવી ભુવાના અસહ્ય ત્રાસથી દંપતીએ મરી…

પોતાનો ભત્રીજો પીએસઆઇ છે તેવી ઓળખ આપતો, ભુવો મહિલાના ઘરે જઇ ધૂણવા લાગ્યો, બંધ રૂમમાં કપડા ખેંચી હવસનો શિકાર બનાવી

ભુવાના અસહ્ય ત્રાસથી દંપતીએ મરી જવાનું નક્કી કરી લીધુ હતુ, ફરિયાદ નોંધાવતા આરોપીને સકંજામાં લેવા તજવીજ

રાજકોટમાં વધું એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ભુવાએ કારખાનેદારને મેલુ કાઢવાની વિધિના નામે ઘરે તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.આ બનાવ અંગે મૂળ જામનગર પંથકના વતની અને હાલ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર રહેતી 40 વર્ષીય મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોટડા સાંગાણીના ખેરડા ગામે રહેતા તુષાર રણછોડ સિંધવનું નામ આપી જણાવ્યું હતું કે,ત્રણેક વર્ષ પૂર્વે આરોપી તુષારે કહ્યું હતું કે, તે મેલડી માંનો ભુવો છે અને કારખાનામાં મેલડીમાના પાઠ કરતો હતો બાદમાં તેણે મહિલાના પતિને એવું કહ્યું હતું કે, તમારા ઘરે મેલુ છે કાઢવું પડશે. દરમિયાન તે પાઠ પુરાવાનો સામાન લઈને રાત્રે ઘરે આવ્યો હતો. રાત્રે 12:00 વાગ્યે વિધિ શરૂ કરી હતી દરમિયાન તુષારએ મહિલાના પતિ અને દીકરા બંનેને બહાર જવાનું કહ્યું હતું. જેથી તેઓ બીજા રૂમમાં જતા રહ્યા હતા.

ત્યારબાદ તુષારે રૂમનો દરવાજો બંધ કરી વિધિ શરૂ કરી હતી. તે ધુણવા લાગ્યો હતો અને તેની પાસે રહેલી મીઠાઈ મહિલાને ખવડાવી બાદમાં તેના માથા પર હાથ મૂકી પછી તેણીના કપડા ખેંચીને કાઢી નાખ્યા હતા ઝપાઝપી થતા મહિલાએ બૂમો પાડતા મોઢે ડુમો દીધો હતો. બાદમાં મહિલા બેભાન થઈ ગઈ હતી ભાનમાં આવ્યા બાદ તેને ખ્યાલ પડ્યો હતો કે, તુષારે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો છે.

ત્યારબાદ પંદરેક દિવસ પછી મહિલાના પતિ ઘરે ન હોય ત્યારે તુષાર દારૂ પીને બપોરના સમયે ઘરે આવ્યો હતો અને તે કહેવા લાગ્યો હતો કે, હું જ તારો ઘરવાળો છું એવું મને માતાજીએ કહ્યું છે તેમ કહી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ફરી મહિલાના પુત્રના ગળે ચાકુ રાખી દીધું હતું દરમિયાન છોડાવવા જતા મહિલાને ચાકુ વાગી ગયું હતું અને લોહી નીકળવા લાગ્યું હતું ત્યારબાદ તે અર્ધ બેભાન થઈ જતા તુષારે ફરી તેની સાથે માસુમ પુત્રની નજર સામે દુષ્કર્મ આચાર્ય હતું. બાદમાં તે મહિલાના પતિની કાર લઈ જતો રહ્યો હતો અને કહેતો હતો કે, મારી વિદ્યા તને કંઈ કરવા નહીં દે તેવી ધમકી આપતો હતો. જેથી આ અંગે મહિલાએ તેના પતિને વાત કરી હતી.
તુષાર અવારનવાર મહિલાના પતિને પણ તેના સગા પી.એસ.આઇ આકાશ રણછોડભાઈ હોય તેના નામે ધમકી આપતો હતો અને કારખાનેથી તેમની પાસેથી પૈસા પણ લઈ જતો હતો.

તુષારના ત્રાસથી મહિલા અને તેના પતિ કંટાળી ગયા હોય અને દવા પી મરી જવાનું પણ નક્કી કર્યું હતું અને આ વાત તુષારને કહેતા તેણે કહ્યું હતું કે તમે નહીં તું અને હું દવા પી જઈએ પછી મારો ભત્રીજો આકાશ ભલે તારા ઘરવાળાને જેલમાં નાખી દેશે અને તારો છોકરો રખડી પડશે તેમ કહી ધમકી આપી હતી.તુષાર ફરિયાદીના પતિની ગેરહાજરીમાં અવારનવાર મહિલાના ઘરે આવી અવારનવાર શરીર સંબંધ બાંધી જતો રહેતો હતો. તુષારના ડરથી છેલ્લા એકાદ વર્ષથી આ દંપતી દર ત્રણ મહિને મકાન બદલી નાખતા હતા અને ભાડે રહેવા જતા રહેતા હતા. પરંતુ તુષારને ઘરનું સરનામું મળી જતા તે અહીં નવા ઘરે પહોંચી જતો હતો. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મકાન ભાડે રાખ્યું હતું ત્યાં પણ તુષાર આવ્યો હતો અને શરીર સંબંધ બાંધ્યો હતો.જે અંગે અંતે મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *