શહેરની ભાગોળે આણદપર (બાધી) ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોેને ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસને જોઇ ત્રણ શખ્સો નાશી છૂટ્યા હતા. પોલીસે 14500ની રોકડ અને કાર મળી કુલ રૂા.5.14 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1ના પીએસઆઇ એમ.કે.મોવલીયા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હેડ. હિતેષ પરમાર, જગદીશસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિગમાં હતો દરમ્યાન આણદપર (બાધી) ગામે કોઠારીયા જવાાના રસ્તે અમુક શખ્સો ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી નરેન્દ્ર ઉર્ફે નલીન રણજીતભાઇ ડોડીયા, વનરાજ લધરાભાઇ ખટાણા અને નીલેશ નવધણભાઇ ફાંગલીયાને ઝડપી લીધા હતા. જયારે દરોડા દરમ્યાન પોલીસને જોઇ નવધણ મશરૂભાઇ ગમારા, રાહુલ ઉર્ફે મહાજન રામવત અને મેહુલ બાવાજી નાશી છૂટ્યા હતા.
પોલીસે પટમાંથી રૂા.14500ની રોકડ ઉપરાંત કાર મળી કુલ રૂા.514500નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપી વિરૂધ્ધ જુગાર ધારા એકટ હેઠળ ગુનો નોંધી નાશી છૂટેલા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
