અંજાર નજીક પાણીના ખાડામાં મહિલાને ધક્કો મારી હત્યાની આશંકા, ગુનો નોંધાયો

આરોપી પરેશાન કરતો હોવાથી ચાર મહિના પહેલા મૃતકે દવા પીધી હતી શિણાય થી અંજાર જતા રોડ ઉપર આવેલા પાણીના ખાડામાં પગ ધોવા માટે ગયેલા મહિલાને…

આરોપી પરેશાન કરતો હોવાથી ચાર મહિના પહેલા મૃતકે દવા પીધી હતી

શિણાય થી અંજાર જતા રોડ ઉપર આવેલા પાણીના ખાડામાં પગ ધોવા માટે ગયેલા મહિલાને ધક્કો મારીને પાડી દેતા મહિલા નું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવમાં હત્યાની આશંકા સાથે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઇ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મુજબ બનાવ આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો દેવીબેન અરાવિંદભાઈ રાણા ( રહે. સુંદરપુરી તલાવડી વિસ્તાર ગાંધીધામ) શકમંદ આરોપી વિજય રમેશ ભીલ (રહે.નવી સુંદરપુરી તલાવડી વિસ્તાર ગાંધીધામ) સાથે ગયા હતા.

દરમિયાન શિણાય અંજાર રોડ ઉપર આવેલા પાણીના ખાડામાં દેવીબેન પગ ધોવા જતા આરોપી વિજય ભીલે મારી નાખવાના ઇરાદે પાણીના ખાડામાં ધક્કો મારતા તેઓ ડૂબી ગયા હતા. આરોપી એ ભોગ બનનાર ના પુત્ર અલ્પેશને બનાવ અંગે જાણ કાંટા પુત્ર તુરંત ત્યાં પહોંચ્યો હતો.ત્યારબાદ તેમનો બીજા પુત્ર ઋષિ એ પણ ત્યાં પહોંચીને તેની માતાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ન મળતા ફાયર વિભાગને જાણ કરી હતી અને ખાડામાંથી મૃતદેહને શોધીને રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ભોગ બનનાર ના પતિ અરાવિંદભાઈ રાણાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી વિજય ભીલે હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે અગાઉ પણ આરોપી ભોગ બનનારને હેરાન પરેશાન કરતો હતો તેનાથી કંટાળીને ત્રણથી ચાર મહિના પહેલા મૃતકે દવા પીધી હતી અને આરોપી પરેશાન કરતો હોવાની તમામને જાણ કરી હતી.ત્યાર પછી પરિવારજનોએ આરોપીને સમજાવ્યો હતો પરંતુ કોઈ કારણોસર ભોગ બનનાર આરોપી સાથે જતા આ બનાવ બન્યો છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *