ફરિયાદીને બંધ કવરમાં બોગસ વસિયતનામું આવતા પોલીસમાં અરજી કરતા ભાંડો ફૂટ્યો
અમદાવાદમાં રહેતા મૃત વકીલના નોટરી રજીસ્ટ્રાર નંબરથી ખોટુ વસિયત ઉભુ કરી કોર્ટમાં સાચા તરીકે રજૂ કર્યુ
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં સરદારનગરમાં પૂનમ સોસાયટીમાં રહેતા મનુસખભાઈ માધાભાઈ ખાત્રાણી(પટેલ) (ઉ.52)એ નાના મવા સર્કલ પાસે ગોવિંદ રતન બંગલોઝમાં રહેતા મધુબેન ઉર્ફે નિકિતાબેન ઉર્ફે અરુણાબેન વિરુદ્ધ અમદાવાદના વકીલના નોટરી રજિસ્ટ્રાર નંબરથી કિંમતી મિલકતનું બોગસ વસિયતનામું બનાવી અને તેનો નામદાર કોર્ટમાં ખરા તરીકે ઉપયોગ કરતા યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનામાં ફરિયાદી મનસુખભાઈએ જણાવ્યું હતું કે,મારે લતીપર ગામ ખાતે 15 વીઘા જમીન આવેલ છે જેમા ખેતી કામ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છું.મે મારા સગા કાકા ગણેશભાઈ હરજીભાઈ ખાત્રાણીની દીકરી મધુબેનને મે બહેન બનાવેલ હોય જે 2008 મા મરણ ગયેલ છે મારા કાકા ની દીકરી બહેન મધુ બહેન ના લગ્ન સને 1998 માં થયેલ હોય જે બંને ના લગ્ન જીવન દરમ્યાન એક સંતાન થયેલ જે નામે દર્ષીતા નો જન્મ થયેલ હોય બાદમાં ગઈ તા.13/05/2008 મારા બહેન મધુબેન બીમારી સબબ મરણ ગયેલ બાદ આશરે દશેક માસ બાદ બનેવી વિનોદભાઈ ગાંડુભાઈ ભંડેરી નાઓએ મધુબેન ઉર્ફે નીકીતાબેન ઉર્ફે અરુણાબેન સાથે ઘર મેળે રાજી ખુશીથી ઘર ઘરણુ કરેલ હતુ અને આ મધુબેન ઉર્ફે નીકીતાબેન ઉર્ફે અરુણાબેન તેના પહેલા લગ્ન જીવન દર મ્યાન એક સંતાન તીલક નામનો દીકરો સાથે લાવેલ હતા.
ત્યારબાદ ફરીયાદીનાં બનેવી વિનોદભાઇનુ 2022 મા અવાસન થયુ હતુ અને ર0-4-24 નાં રોજ તેમનાં ઘરે બંધ કવરમા નોટીસ આવી હતી જેમ તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે 15-3-2017 ની તારીખનુ એક વસીયત નામુ હતુ તેમા બનેવી વિનોદભાઇ ભંડેરીનાં સાથે રહેતા મધુબેન ઉર્ફે નિકિતાબેન ઉર્ફે અરુણાબેનનાં દીકરા તીલકનાં નામે વસીયત નામુ કરી દીધાનુ ધ્યાને આવ્યુ હતુ. અને તેમા ફરીયાદી મનસુખભાઇનાં આધાર કાર્ડ અને સહીતો ઉપયોગ કરવામા આવ્યો હતો અને વસીયતનામામા તેમને સાક્ષી તરીકે રાખવામા આવ્યા હતા પરંતુ તેઓ સાક્ષી તરીકે તેમા ખરેખર હાજર નહોતા અને આરોપી મધુબેન ઉર્ફે નિકિતાબેન ઉર્ફે અરુણાબેનએ આ વસીયતનામુ ખોટુ બનાવેલ હોવાનુ શંકા જતા તા. 2-5-24 નાં રોજ માલવીયાનગર પોલીસ મથકમા અરજી કરવામા આવી હતી.
અરજી બાદ તપાસ દરમ્યાન જાણવા મળ્યુ કે આરોપી મધુબેન ઉર્ફે નિકિતાબેન ઉર્ફે અરુણાબેનએ અમદાવાદમા રહેતા અને મરણ ગયેલા નોટરી અબુજરભાઇ ઉજજૈનીનાં નામનુ રાઉન્ડ સીલ નોટરીમા કરવામા આવેલ હતુ. તેમજ વસીયતનામુ 2017 ની સાલમા બનાવવામા આવ્યુ હતુ. તેમજ રજીસ્ટ્રર એન્ટ્રી ચેક કરતા તેમા બનેવી વીનોદભાઇ ભંડેરી કે ફરીયાદ ી મનસુખભાઇ હતી નહી અને તા. 15-3-17 નાં રોજ નોટરી મારફતે આ ખોટુ વસીયતનામુ બનાવવામા આવ્યુ હતુ. તેમજ વસીયતનામુ બનાવનાર નોટરીનાં પત્નીએ જણાવેલ કે તેમનાં પતિની કોઇએ ખોટા સહી સીકકાનો ઉપયોગ કર્યો છે. જેથી સ્પષ્ટ થયુ છે કે આરોપી મધુબેન ઉર્ફે નિકિતાબેન ઉર્ફે અરુણાબેન એ ખોટુ વસીયતનામુ ફરીયાદી મનસુખભાઇને મોકલી જેમા મનસુખભાઇનાં આધારકાર્ડ અને ખોટી સહીનો ઉપયોગ કરી મિલકત પચાવી પાડવા આ કાવતરુ ઘડયુ છે. આ મામલે યુનીવર્સીટી પોલીસ મથકનાં સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
