જસદણમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યુું

જસદણમા ખેત મજુરી અર્થે આવેલા યુવકને પિતો કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝીરે અસર…

જસદણમા ખેત મજુરી અર્થે આવેલા યુવકને પિતો કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝીરે અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જસદણમા ખેત મજુરી અર્થે આવેલા કમશી નાનસિંગ ગેદરીયા નામનો 20 વર્ષનો યુવાન બપોરનાં ત્રણેક વાગ્યાનાં સંજયભાઇની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી.

યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો . આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન મધ્યપ્રદેશનો વતની છે. અને ત્રણ ભાઇ ત્રણ બહેનમા વચેટ છે. પિતાએ કામ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગેે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *