સોની બજારમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ ચાંદીના બે ચેઇન અને બાલીની ચોરી કરી

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ધરપકડ, મુદ્દામાલ કબ્જે લેવા તજવીજ પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોની બજારમાં નવા નાકા મેઇન રોડ પાસે શ્રીકુંજ જવેલર્સ ધરાવતા સ્મિત…

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ધરપકડ, મુદ્દામાલ કબ્જે લેવા તજવીજ

પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોની બજારમાં નવા નાકા મેઇન રોડ પાસે શ્રીકુંજ જવેલર્સ ધરાવતા સ્મિત નિલેશભાઈ કાત્રોડીયા(ઉ.વ-25) ની જ્વેલર્સ ની દુકાન પર ખરીદીના બહાને આવેલી મહિલાએ નજર ચૂકવીને ચાંદીના બે ચેન અને એક બાલી એમ કુલ રૂૂપિયા 30 હજાર ની ચોરી કરી લઈ જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટનામાં પોલીસે મહિલાને ઓળખી તેને સકંજામાં લઇ પૂછપરછ શરૂૂ કરી છે.

સ્મિતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.27/01ના સવારના અગિયાર વાગ્યાની આસપાસ હું તથા મારા મોટાભાઈ કૌશિકભાઈ કાત્રોડીયા તથા અમારી શોપ પર કામ કરતા બે કર્મચારીઓ જેમા પૃથ્વીરાજસિંહ ડોડીયા અને જીગ્નેશભાઈ છત્રા જેઓ સેલ્સેમેન તરીકે કામ કરે છે એમ અમો ચારેય હાજર હતા ત્યારે કોઈ એક અજાણ્યો પુરૂૂષ આશરે ઉ. વ.18 અને એક અજાણી મહીલા આશરે ઉ.વ.40 વાળા અમારી શોપ પર પ્રવેશે કરે છે અને ચાંદીનો ચેન અને ચાંદીની કાનમાં પહેરવાની બાલી લેવા આવ્યા હતા.

જેને અમારા સ્ટાફના સેલ્સમેન પૃથ્વીરાજસિંહ ડોડીયા તેઓને ચાંદીનો ચેન અને ચાંદીની કાનમાં પહેરવાની બાલી ટેબલ ઉપર કાચની ડીસ્પ્લેમાં રાખેલ હતી તે બતાવેલ અને આ અજાણી મહીલા અને અજાણ્યો પુરૂૂષ ચાંદીનો ચેન અને ચાંદીની કાનમાં પહેરવાની બાલી કાચની ડીસ્પ્લેમાંથી બહાર કાઢેલ હતી તે જોતા હતા તે દરમિયાન અમારા સ્ટાફના સેલ્સમેન પૃથ્વીરાજસિંહ ડોડીયાને આ અજાણી માહીલાએ ચાંદીનો ચેનમાં કઈ નવી વેરાયટી બતાવવા માટે કહેલ જેથી અમારા સ્ટાફના સેલ્સમેન પૃથ્વીરાજસિંહ ડોડીયા તેઓને અન્ય વેરાયટી બતાવવા માટે નીચે ટેબલમાં સ્ટોકમાં રાખેલ નવી વેરાયટી કાઢવા નીચે નમીને લેવા ગયા તે દરમિયાન આ અજાણી મહીલાતે તકનો લાભ ઉઠાવીને બહાર ટેબલ પર ચાંદીના ચેઇનો અને બાલીઓ બતાવવા માટે રાખેલ હતી જેમાથી બે ચેન 30 ગ્રામ જેની આશરે કિં.રૂૂ/-27000 અને એક ચાંદીની બાલી જેનો વજન આશરે 3 ગ્રામ જેની કિં.રૂૂ/-3000 જેટલી ગણાય એમ કુલ 30000/- કીંમતનો મુદ્દામાલ આ અજાણી મહીલા ટેબલ પરથી લઈને ચોરી કરી લઇ જતાં પોલીસે થોરાળા પોલીસ સ્ટેશનની સામે રહેતા મરીયમબેન અલ્તાફભાઈ લાલપરિયા (ઉ.વ.40)ની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *