પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતા લીવ ઇનમાં રહેતી યુવતીએ ફિનાઇલ પીધું

પરસાણાનગરમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી લેતા લિવ ઇનમાં રહેતી યુવતીએ ફીનાઇલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…

પરસાણાનગરમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી લેતા લિવ ઇનમાં રહેતી યુવતીએ ફીનાઇલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર આવેલા પરસાણાનગરમાં રહેતી કિરણબેન કિશનભાઇ સાગઠીયા નામની 28 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના સમયે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં કિશન સાગઠીયાને આગલા ઘરની એક પુત્રી છે અને છેલ્લા છ વર્ષથી કિરણબેન સાથે મૈત્રી કરારથી રહે છે કિશન સાગઠીયા અન્ય યુવતી સાથે એક મહિના પહેલા મૈત્રી કરાર કર્યા હતા જે અંગે કિરણબેન સાગઠીયા સાથે ઝઘડો થતાં કિરણબેન સાગઠીયાએ ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા હિતેશ બદ્રીનાથભાઈ પંડિત નામના 32 વર્ષના યુવકને માતાએ ઠપકો આપ્યો હતો માતાના ઠપકાથી માઠું લાગતા હિતેશ પંડિતે એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *