માળીયા-મિયાણાના ખાખરેચી ગામે રહેતા વૃધ્ધે જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળીયા-મિયાણાના ખાખરેચી ગામે રહેતા અને કપડાની ફેરી કરતા સવજીભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ.70)એ જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઇ લીધો હતો. વૃધ્ધનું રાજકોટ સારવારમાં મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
બીજા બનાવમાં વાંકાનેરમાં આવેલા આંબેડકરનગરમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા દેવજીભાઇ હરીભાઇ ચાવડા નામના 50 વર્ષના આધેડે એસિડ પી જીવન ટૂંકાવી લીધુ હતું. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
