જામનગરના અંધઆશ્રમ આવાસમાં મહિલા, તેના પુત્ર પર બે શખ્સોનો હુમલો

જામનગરમાં અંધાશ્રમ આવાસના બ્લોક નંબર 33 માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની 48 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર વિરલ ઉપર બેટ વડે હુમલો…

જામનગરમાં અંધાશ્રમ આવાસના બ્લોક નંબર 33 માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની 48 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર વિરલ ઉપર બેટ વડે હુમલો કરી હાથ પગમાં ઈજા પહોંચાડવા અંગે પોતાના જ મકાનમાં ભાડેથી રહેતા સબીર અનવર સંધિ અને મોહન વાંઝા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા નીતાબેનની પુત્રવધુનું થોડા સમય પહેલા આરોપી શબિર સંધી પોતાની સાથે ભગાડી ગયો છે, અને હાલ ફરીયાદી નીતાબેન ના મકાનમાં જ ભાડેથી રહે છે, જેઓ વચ્ચે ઝઘડો ચાલતો હોવાથી નીતાબેને પોતાનું મકાન ખાલી કરી દેવાનું જણાવતાં આરોપી શબ્બીર ઉસકેરાયો હતો, અને પોતાના સાગરીત મોકન વાંઝા સાથે મળીને નીતાબેન અને તેના પુત્ર સંદીપ ઉપર બેટ વડે હુમલો કરી દીધો હતો. જે બાબતની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *