રૈયા રોડ પર વિમાનગરમાં રહેતાં મહિલા અને તેના ભાઇને પોપટપરામાં રહેતાં પિતા-પુત્રએ જુના કેસની વાત કરવાના બહાને પોતાની ઘરે પોપટપરામાં બોલાવ્યા બાદ કેસના ખર્ચના પૈસા મામલે ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયદ થઇ છે. આ બનાવમાં પ્ર.નગર પોલીસે રૈયા રોડ પર વિમાનગરમાં રહેતાં આબેદાબેન હારૂૂનભાઇ અલાણા (ઉ.વ.55)ની ફરિયદ પરથી પોપટપરા-17માં રહેતાં વાજીદ અનવર દારૂૂવાલા અને અનવર અબ્દુલકાદર દારૂૂવાલા વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.
આબેદાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા ભાઈ મહમદસા જીદ ઉર્ફે હાજીભાઇ સાથે રહુ છુ અને હુ અપરણીત છું. વર્ષ 2020માં મારા ભાઈ મહમદસાજીદ ઉપર મારામારીનો ગુનો દાખલ થયેલ જેમા સહ આરોપી તરીકે વાજીદ અનવર દારૂૂવાલા પણ હતો. બાદ આ ગુનો નવેમ્બર 2025 કોર્ટમાં પુરો થતા આ વાજીદ તથા તેમના પિતા અનવર અબ્દુલકાદર દારૂૂવાલા અવાર નવાર મને તથા મારા ભાઇને ફોન કરી મારા ભાઇ ઉપરના કેસમાં થયેલો ખર્ચો આપવાનુ કહેતા અને ગાળો આપતા બાદ ગઈ તા.25-12-25ના રોજ અનવર દારૂૂવાલાના ઘરેથી ફોન આવેલ અને મને તથા મારા ભાઇને તેના ઘરે બોલાવેલ. રાત્રીના અગીયારેક વાગ્યે હું તથા મારો ભાઇ મહમદસાજીદ અનવર દારૂૂવાલાના ઘરે પોપટપરા શેરી નં.17 રાજકોટ ખાતે ગયેલ અને ત્યા તેમના ઘરે અનવર હાજર હતો અને તેના ઘરમા બેઠો હતો.
એટલી વારમાં અનવરના ફોનમાં તેના દીકરા વાજીદનો ફોન આવ્યો હતો. એ ફોન મને આપતાં મેં ફોનમા વાત કરતાં વાજીદે કોર્ટ કેસમા થયેલ ખર્ચા બાબતે વાત કરી ગમે તેમ બોલી તમને બન્નેને જાનથી મારી નાખવાના છે કહીગાળો દીધી હતી. પછી અનવરે પણ ભુડાબોલી ગાળો આપી હતી. તેમજ અચાનક મારા ભાઇ મહમદસાજીદને થપ્પડો તથા ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને કહેલ કે આજ તમને બન્નેને જાનથી મારી નાખવા છે.
બાદ હું હાથ જોડીને તેને માફીમાંગવા લાગેલ અને મારા ભાઇને વધુ માર મારવાથી છોડાવેલ અને ત્યાથી અમારા ઘરે જતાં રહ્યા હતાં. આ મામલે હવે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં આબેદાબેને કહેતાં એએસઆઇ આનંદભાઇ પરમારે ગુનો નોંધ્યો છે. થોડા દિવસ પહેલા પણ આબેદાબેને ગાંધીગ્રામ પોલીસમાં આ શખ્સો વિરૂૂધ્ધ અલગથી ફરિયાદ કરી હતી.
