રાજકોટ શહેર કોંગ્રેસ મંત્રી પિયુષભાઇ ખાત્રાણીએ તેમના તમામ હોદાપરથી રાજીનામુ આપ્યું હતું. આજરોજ હું પિયુષભાઈ ખાત્રાણી (પટેલ) હું રાજકોટ શહેર કોંગ્રેસ માં મંત્રી તરીકે ફરજ નિભાવુ છું આજરોજ શહેર કોંગ્રેસના તમામ હોદા પર થી રાજીનામું આપું છું. હું ભુતકાળમાં વોર્ડ નં.17 માં મહામંત્રી તરીકે તથા વિધાન સભા-70 ના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવેલી તેમજ ઘણા વર્ષોથી રાજકોટ શહેર કોંગ્રેસમાં નિષ્ટા પુર્વક કામ કરેલ છે.
હવે હું મારા અંગત કારણો સર રાજીનામું આપું છું મારે કોઈ સાથે વ્યકિતીગત વાંધો નથી. તો મારૂૂ રાજીનામું આજરોજ આપું છું. મારૂૂ રાજીનામું સ્વીકારવા નમ્રવિનંતી કરૂૂ છું.
