ડોકટરો ઉપર બેદરકારીનો આરોપ, કાર્યવાહીની માંગ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા ગયેલી 25 વર્ષીય મહિલાનું મોત થયું છે. મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારી ચાલી રહી છે, ત્યારે વધુ એક બેદરકારીએ મહિલાનો ભોગ લઈ લીધો છે.
થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે આ મહિલાનું મોત ડોક્ટરની બેદરકારીથી થયું છે.
ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારીની ફરિયાદો સામે આવી રહી છે, સાથે બેદરકારી દાખવનારા ડોક્ટરો પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.