રૂડા હાઉસિંગ કવાર્ટરમાં કેન્સરની બીમારીથી મહિલાનું મૃત્યું
રાજકોટ તાલુકાના આણંદપર (બાંધી) ગામે પંખો ચાલુ કરવા જતા વીજ શોક લાગવાથી મહિલાનું મોત નીપજ્યું હતુ. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાય જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના આણંદપર બાધી ગામે રહેતા કંચનબેન અશોકભાઇ કાતક (ઉ.વ.47)નામનો મહિલા આજે સવારે પોતાાન ઘરે હતા ત્યારે પંખો ચાલુ કરવા જતા સ્વીચબોર્ડમાંથી વીજ કરંટ લાગતા તેઓ બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાજ તેમનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યું છેે.
જયારે બીજા બનાવમાં કાલાવડ રોડ પર રૂડા હાઉંસીગ સોસાયટીમાં રહેતા ભાવનાબેન ભરતભાઇ કારેલીયા (ઉ.વ.48)નામના મહિલાનું આજે સવારે કેન્સરની બીમારી સબબ મોત નીપજ્યુ હતુ. આ અંગે યુનિ.પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
