પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોત

  જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈક ની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર…

 

જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈક ની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર આવતાં નીચે પટકાઈ પડ્યા પછી મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના હરીપર ગામમાં રહેતા ધીરજભાઈ રામજીભાઈ ભંડેરી (ઉંમર વર્ષ 41) કે જેઓ ગઈકાલે સવારે 9.30 વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પત્ની મધુબેન ધીરજભાઈ ભંડેરી (41 વર્ષ )ને પાછળ બેસાડીને હરીપરથી પસાયા બેરાજા ગામ તરફથી જઇ રહ્યા હતા. જે દરમિયાન ચાવડા ગામ પાસે મધુબેન ને એકાએક ચક્કર આવતાં ચાલુ બાઈક પરથી નીચે પટકાઈ પડ્યા હતા, અને બેશુદ્ધ બન્યા હતા.

તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ધીરજભાઈ રામજીભાઈ ભંડેરીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *