ધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત

જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર દંપતી ફંગોળાયું; બનાવ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિત ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જામનગર-રાજકોટ હાઈવે…

જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર દંપતી ફંગોળાયું; બનાવ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિત ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક બાઈક અને જામનગર જિલ્લા પંચાયતનાં પ્રમુખની સરકારી કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક પાછળ બેઠેલાં મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ટક્કરથી બાઈકસવાર દંપતી રસ્તા પર ફંગોળાઈ ગયું હતું. બનાવની જાણ થતાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ રંજનબેન જીવાણી સહિત ભાજપના આગેવાનો ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

અકસ્મતમાં ભાનુભાઈ મનુભાઈ કણજારિયા અને તેમનાં પત્ની દયાબેન કણજારિયા ઇજાગ્રસ્ત બન્યાં હતાં. ગંભીર ઇજાઓના કારણે દયાબેનનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ભાનુભાઈને ગંભીર હાલતમાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસના હેડ કોન્સ્ટેબલ ચંદુભા જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે પહોંચી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહના કબજાની કાર્યવાહી કરી અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ શરૂૂ કરી છે. બનાવની જાણ થતાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી તેમજ ભાજપના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્તના ખબર અંતર પૂછયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *