જામનગરમાં સુભાષ માર્કેટ નજીક ચારણ ફળી વિસ્તારમાં રહેતી ગીતાબેન કિરીટભાઈ ચૌહાણ નામની પચાસ વર્ષની ખવાસ જ્ઞાતિની મહિલાએ પોતાની સાથે રૂૂપિયા 12 લાખ 26 હજારની છેતરપિંડી કરવા અંગે સિક્કા પંચવટી સોસાયટીમાં રહેતા કાસમ દાઉદભાઈ કકલ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મહિલા ને આરોપી પાસે એક મકાન ખરીદ કરવું હતું, જે મકાન માટે આરોપીને કટકે કટકે 12.26 લાખ જેટલી રકમ આપી દીધી હતી તેમ છતાં મકાન માલિકે તે4 રકમ પચાવી પાડી હતી,તફ અને મકાનના દસ્તાવેજ અથવા મકાનનો કબનો આપ્યો ન હતો, અને વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હતી. જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાયો છે, અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામા આવી રહી છે.
