અમદાવાદમાં 12 જૂનનાં રોજ મેઘાણીનગરમાં આવેલ બીજે મેડિકલ કોલેજની મેસની બિલ્ડિંગ સાથે એરઇન્ડિયાનું વિમાન અથડાયું હતું, જેમાં વિમાનમાં સવાર 240 થી વધુ મુસાફરો અને બિલ્ડિંગમાં હાજર તબીબ સહિતનાં કેટલાક લોકોનાં મોત નીપજ્યા હતા. ત્યારે હવે બીજે મેડિકલ કોલેજનાં ડીનનું નિવેદન સામે આવ્યું છે. આગામી 23 તારીખથી વિધાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂૂ થશે તેમ ડીને જણાવ્યું છે.
બી.જે મેડિકલ કોલેજનાં બોયઝ હોસ્ટેલ પર થયેલા પ્લેન ક્રેશ બાદ કોલેજનાં ડીનનું નિવેદન સામે આવ્યું છે. આગામી 23 તારીખથી વિધાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂૂ થશે. 24 જૂને તમામ મૃતકો માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગોઝારી દુર્ઘટનામાં યુજીનાં વિધાર્થીઓની ડાઇનિંગ મેસ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે. આથી, અતુલ્યમ હોસ્ટેલમાં પીજીનાં વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. જે લોકોની રહેવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે તેઓ માટે રૂૂમો ભાડે રાખીને રહેવાની વ્યવસ્થા કરી છે.
કોલેજનાં ડીન ડો. મીનાક્ષી પરીખે વધુમાં જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ બચીને નીકળી ગયા તેમના મોટા ભાગનાં વિધાર્થીઓ પોતાના ઘરે ગયા છે. 100 જેટલા વિદ્યાર્થીઓ હજું પણ ત્યાં છે તેઓની હોસ્ટેલને કોઈ નુકસાન નથી થયું. ભોજન માટે મેસનું નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
