Connect with us

ગુજરાત

રહેણાંક મકાનમાં આગ લાગતા મહિલા દાઝી, પાલતું શ્વાનનું મોત

Published

on

પાર્કિંગમાં પડેલી કાર અને ઇલેક્ટ્રિક સ્કુટરમાં લાગેલી આગ બીજા માળ સુધી ફેલાતા ધુમાડાના ગોટેગોટા: વૃધ્ધ દંપતીને બચાવતું ફાયર બ્રિગેડ


શહેરના મવડી વિસ્તારમાં ખીજડાવાળા રોડ પર આવેલા આદિત્ય પાર્કમાં રહેણાંક મકાનમાં આગ ભભુકી ઉઠી હતી. જેમાં મહીલા દાઝી ગઇ હતી. જયો પાલતુ શ્વાનનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે દોડીજઇ વૃધ્ધ દંપતિનું રેસક્યુ કી આગ બુઝાવી હતી. આગમાં પાર્કિંગમાં પડેલી કાર અને ઇલેેકટ્રીક સ્કુટર બળીને ખાક થઇ ગયા હતા.


જાણવા મળતી વિગત મુજબ 50 ફુટ રોડ પ આદિત્ય પાર્ક શેરી નં.2માં યોગેશભાઇ રવજીભાઇ કલોલાના રહેણાંક મકાનમાં રવિવો વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બિગ્રેડનો સ્ટાફ ફાય ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. મકાનના ગ્રાઉન્ડ ફલોરમાં પાર્ક કરેલી કાર અને ઇલેકટ્રીક સ્કુટરમાં આગ લાગી હતી અને ગ્રાઉન્ડ ફલોરમાં પીઓપી અને ફર્નીચર હોવાથી આગ પ્રસરતા બીજા માળ સુધી ફલોરમાં આવી જતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ફાયર બિગ્રેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.


વહેલી સવારે આગ લાગતા ગ્રાઉન્ડ ફલોરમાં રહેલા રવજીભાઇ ઘુસાભાઇ કલોલા (ઉ.વ.63) અને ભાનુબેન રવજીભાઇ કલોલા (ઉ.વ.87)નું રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે બીજા માળે રહેતા અલ્કાબેન યોગેશભાઇ કલોલા દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે મકાનમાં રહેતા યોગેશભાઇ (ઉ.વ.44), મનસ્વી (ઉ.વ.24) અને જય યોગેશભાઇ કલોલા (ઉ.વ.16) જાતે બહાર નીકળી ગયા હતા.


આગમાં ગ્રાઉન્ડ ફલોર પર રહેલો પરિવારનો પાલતુ શ્વાનનું મોત નીપજયું હતું. આગના કારણે કાર અને ઇલેકટ્રીક સ્કુટર સંપુર્ણ બળીને ખાક થઇ ગયા હતા.

ગુજરાત

હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ

Published

on

By

રાજકોટમાં પ્રૌઢા અને વૃદ્ધ તેમજ કેશોદના બાલાગામના વૃદ્ધ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત


રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હ્રદયરોગના હુમલાથી વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હતા જેમાં રાજકોટમાં પ્રોઢા અને વૃદ્ધ તેમજ કેશોદના બાલા ગામના વૃદ્ધનું હાર્ટએટેકથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા ઇલાબેન યશવંતભાઈ ભીમજીયાણી નામના 52 વર્ષના પ્રોઢા સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે છએક વાગ્યાના અરસામાં હદયરોગનો હુમલો આવતા ઈલાબેનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઇલાબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે


બીજા બનાવમાં રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા નાના લાલ મોરારજીભાઈ જેઠવા નામના 81 વર્ષના વૃદ્ધ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા ગમગીની છવાઈ જવા પામી હતી.


આ ઉપરાંત અન્ય ત્રીજા બનાવમાં કેશોદ તાલુકાના બાલાગામે રહેતા પ્રભુદાસભાઈ ધનજીભાઈ વાઢેર ગામના 80 વર્ષના વૃદ્ધ બે દિવસ પૂર્વે સવારના સાતેક વાગ્યાના સમયે પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે કેશોદ અને જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રભુદાસભાઈ વાઢેરની સારવાર કારગત નીવડે જે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં પ્રભુદાસભાઈ વાઢેર ત્રણ ભાઈમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

ફરિયાદ કરવા આવેલા ફર્નિચરના કોન્ટ્રાકટરનું પોલીસ સ્ટેશનમાં જ હાર્ટએટકેથી કરૂણ મોત

Published

on

By

રાજકોટ શહેરમાં આવેલા પ્ર.નગર પોલીસ મથકમાં પૈસાની લેતી દેતી મામલે અરજી કરવા આવેલા 42 વર્ષીય મિસ્ત્રી યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પોલીસ અને 108 ની ટીમે સીપીઆર દઈ યુવાનનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ તેમને તાબડતોબ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેમનો જીવ બચી ના શકતાં પોલીસે પણ શોક વ્યક્ત કર્યો હતો.


મળતી વિગત મુજબ, રેલનગરમાં આવેલ અવધપાર્કમાં રહેતાં મહેશભાઈ વલ્લભભાઈ દુધાત્રા (ઉ.વ.42) ગઈકાલે રાત્રીના દસ વાગ્યાની આસપાસ પ્ર.નગર પોલીસ મથકે હતાં.ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં હાજર પોલીસના સ્ટાફે સીપીઆર આપ્યા હતા તેમજ ત્યાં કોઈએ 108ને જાણ કરતા તેમણે પણ સીપીઆર આપી કોશિશ કરી હતી.પરંતુ ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતાં.જયાં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં.બનાવ અંગે પ્ર. નગર પોલીસના પીએસઆઈ જે.એમ.જાડેજા અને રાઇટર દ્વારા જરૂૂરી કાગળો કર્યા હતા.તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.


બનાવ અંગે પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટે જણાવ્યું હતું કે,મહેશભાઇ દુધાત્રાને ફર્નિચર કામના એક કારીગરે પૈસા મામલે ઘરે આવી માથાકુટ કરી હોઇ તે કારણે અરજી કરી હતી.તેનો જવાબ લખાવવા તેઓ અન્ય એક કારીગર સાથે પોલીસ સ્ટેશને આવ્યા ત્યારે વાતચીત કરતા હતા ત્યારે તેઓ અચાનક ઢળી પડ્યા હતા જોકે તે સમયે સમય સુચકતાને ધ્યાને રાખી સીપીઆર આપ્યા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહોતો.મહેશભાઈ રેલનગરમાં ખોડિયાર ફર્નિચર નામની દુકાન ધરાવતા હતા.ઘરના મોભીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.

Continue Reading

ગુજરાત

નવરાત્રીમાં ગુજરાતમાં રૂા.3000 કરોડના વાહનો વેચાયા

Published

on

By

85 થી 90 હજાર ટુ વ્હીલર અને 20 હજાર જેટલી કાર વેચાઇ, મોટા ભાગના વાહનોની આજે ડીલેવરી અપાશે

શ્રાદ્ધમાં બજારોમાં રહેલી ભારે મંદી બાદ નવરાત્રિની શરૂૂઆતથી જ બજારમાં તેજી આવી ગઇ છે. તમામ ક્ષેત્રે ખરીદી થઇ રહી છે. નવરાત્રિ ઓટોમોબાઈલ સેક્ટરને ફળી છે, કેમ કે નવરાત્રિ દરમિયાન ગુજરાતભરમાં કુલ 3 હજાર કરોડના વાહનો વેચાયા છે. જેમાં 900 કરોડના ટુ વ્હીલર અને 2100 કરોડની કારનું વેચાણ થયું છે. આ વેચાણ થયું છે તે પેકી 40ટકા વાહનોની ડિલિવરી દશેરાએ લેવામાં આવશે. પહેલી નવરાત્રિથી જ શહેરના તમામ ઓટોમોબાઇલ ડિલરોને ત્યાં ગ્રાહકોની લાઈનો લાગી હતી. વાહનોની મોટાપાયે ખરીદી થઈ રહી છે. તેથી ઓટોમોબાઇલ સેક્ટરમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઘણી કાર માટે તો છ મહિનાથી લઈને આઠ મહિનાનું વેઇટિંગ પણ ચાલી રહ્યું હોવા છતાં લોકો બુકીંગ કરાવી રહ્યા છે.


આખા વર્ષમાં નવરાત્રિ દરમિયાન સૌથી વધુ વાહનોના બુકિંગ થતા હોય છે, નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં થયેલા ભુકિંગ અંગે માહિતી આપતાં ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશન (ફાડા)ના ગુજરાતના ચેરપર્સન પ્રણવ સાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવરાત્રિ (દશેરાએ ડિલવરી સહિત) માં ટુ વ્હીલરના 85 થી 90 હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું. જેમાં માત્ર અમદાવાદમાં જ 12થી 13 હજાર ટુ વ્હિલર વેચાયા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 20થી 21 હજાર કારના વેચાણ થયા છે. માત્ર અમદાવાદમાં જ 4500-5000 થી કારના વેચાણ થયા છે. જેમાં બેઝિક કારથી લઈને હાઈએન્ડ કારનો સમાવેશ થાય છે. આમ 10 દિવસ દરમિયાન 900 કરોડના ટુ વ્હીલર અને 2100 કરોડની કારના વેચાણ થયા છે. જે ગત વર્ષની સરખામણીમાં થયું સારુ બુકિંગ છે. આંકડાકીય માહિતી મુજબ ગત વર્ષ કરતાં ટુ વ્હીલરના વેચાણમાં 8થી 10 ટકાનો વધારો છે. કારના વેચાણમાં 6થી 8 ટકાના વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે ત્રણ વર્ષમાં યુવાનોમાં મોંઘી બાઈક ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેને પગલે એક કાર કરતાં પણ મોંધી બાઈક લઈને યુવાનો શહેરમાં ફરતા નજરે પડી રહ્યા છે.

Continue Reading
મનોરંજન22 hours ago

અનુપમામાંથી તોશુ-કિંજલ બાદ હવે આ કલાકારે શોને કહ્યું અલવિદા, જાણો કોણ છે

ગુજરાત23 hours ago

હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ

ક્રાઇમ23 hours ago

ફરિયાદ કરવા આવેલા ફર્નિચરના કોન્ટ્રાકટરનું પોલીસ સ્ટેશનમાં જ હાર્ટએટકેથી કરૂણ મોત

ક્રાઇમ23 hours ago

ભારે કરી, હરિદ્વાર જેલમાં રામલીલાના આયોજન દરમિયાન વાંદરા બનેલા બે ખુંખાર કેદી ફરાર

આંતરરાષ્ટ્રીય23 hours ago

બાંગ્લાદેશના દૂર્ગા પૂજા મંડપ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો, એક ઘાયલ

રાષ્ટ્રીય23 hours ago

કોલકાત્તામાં દુર્ગા પૂજા પંડાલમાં ટોળાંનો હંગામો, મૂર્તિ તોડી નાખવા ધમકી આપી

રાષ્ટ્રીય23 hours ago

હરિયાણામાં 49 બેઠકો ઉપર ઊલટફેર થતા ભાજપે હેટ્રિક મારી

ગુજરાત23 hours ago

નવરાત્રીમાં ગુજરાતમાં રૂા.3000 કરોડના વાહનો વેચાયા

ગુજરાત23 hours ago

દિવાળીના તહેવારમાં રાજકોટ ડિવિઝન આઠ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન દોડાવશે

ગુજરાત23 hours ago

બે દાયકાથી વાગોળાતા મનપાના બોન્ડ હવે હકીકત બનશે

ગુજરાત23 hours ago

દિવાળીના તહેવારમાં રાજકોટ ડિવિઝન આઠ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન દોડાવશે

ક્રાઇમ24 hours ago

IPOમાં બે વર્ષમાં ડબલ રકમની લાલચ આપી ઉદ્યોગપતિ સાથે રૂ.8.75 કરોડની છેતરપિંડી

ગુજરાત23 hours ago

વિજયાદશમી નિમિત્તે શહેર પોલીસ દ્વારા અંબાજી મંદિરે ધ્વજારોહણ સાથે શસ્ત્ર પૂજન

ગુજરાત24 hours ago

નશાખોર પતિ અવાર-નવાર ઝઘડા કરી પત્નીને ત્રાસ આપતો : અભયમ ટીમે સમાધાન કરાવ્યું

ગુજરાત23 hours ago

બે દાયકાથી વાગોળાતા મનપાના બોન્ડ હવે હકીકત બનશે

ગુજરાત2 days ago

દશેરા પહેલાં મીઠાઇના નમૂના લેતું ફૂડ વિભાગ

ગુજરાત2 days ago

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ બે હૃદય થંભી ગયા

આંતરરાષ્ટ્રીય2 days ago

કોરોનાના 3 વર્ષ બાદ હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો વધારે

ગુજરાત2 days ago

ગાંધી સ્મૃતિ સોસાયટીમાં કારખાનેદારનો આપઘાત

ગુજરાત2 days ago

સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ખલાસ!

Trending