શિતલ પાર્ક પાસે મહિલાની દાદાગીરી, સ્કૂટરમાં સ્ટિકર લગાડવા મામલે સિકયોરીટી ગાર્ડને ફડાકો ઝીંકયો

રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા શિતલ પાર્ક નજીક બિલ્ડીંગનાં ગેઇટ પાસે એક મહીલાની દાદાગીરીનો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયો છે .…

રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા શિતલ પાર્ક નજીક બિલ્ડીંગનાં ગેઇટ પાસે એક મહીલાની દાદાગીરીનો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયો છે . આ વિડીયોમા મહીલાએ સિકયુરીટીનો મોબાઇલ ફોન ઘા કરી અને તેમને ફડાકો ઝીકયો હોવાની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા છે. તેમજ તપાસમા જાણવા મળ્યુ હતુ કે વાહનમા સ્ટીકર લગાડવા મામલે મહીલાને સિકયોરીટી સાથે માથાકુટ થઇ હતી હાલ વિડીયો વાયરલ થતા યુનીવર્સીટી પોલીસ મથકનાં સ્ટાફે વધુ તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *